________________
૧૦૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
સ્થાનકવાસી સંપ્રદાય જે મૂર્તિપૂજક સંપ્રદાયમાંથી જુદો પડ્યો છે અને જેણે આવશ્યક ક્રિયામાં અમુક સૂત્રો માન્ય રાખ્યાં છે અને અમુક છોડી દીધાં છે તેણે પણ આ સૂત્ર માન્ય રાખેલું છે. હવે સ્થાનકવાસી સાધુ સંઘ વિક્રમ સંવત ૧૫૩૩માં સ્થપાયો છે, એ વખતે આ સૂત્ર પ્રચલિત હોવું જોઈએ; જો પાછળથી પ્રચલિત થયું હોય તો સ્થાનકવાસીઓ તેને માન્ય રાખત નહીં.
અતુલ આત્મલક્ષ્મીના અધિકારી અહંદૂ-દેવોનો એ ઉપદેશ છે કે સર્વ જીવોને આયુષ્ય તથા સુખ પ્રિય હોવાથી અને વધ તથા દુઃખ અપ્રિય હોવાથી કોઈની પણ હિંસા કરવી નહિ. હિંસાનું પરિણામ બૂરું છે. તેનું કારણ જણાવતાં તેઓ કહે છે કે જ્યાં સુધી માણસ પોતાના સુખને માટે [કે બીજા સ્વાર્થના કારણે અન્ય જીવોની હિંસા કર્યા કરે છે, ત્યાં સુધી તે પોતાનું વૈર વધાર્યા કરે છે. તાત્પર્ય કે હિંસાના આચરણ વડે અનેક જીવો સાથે દુશ્મનાવટ થાય છે.
જીવ-હિંસાનો ત્યાગ કરવા માટે જીવ અને અજીવનો ભેદ જાણવાની જરૂર છે. તે સાથે જીવોની વિવિધ ગતિઓ અને તેના સ્વરૂપનું જ્ઞાન પણ આવશ્યક છે. શ્રીદશવૈકાલિક-સૂત્ર(અ. ૪, ગા. ૧૫)માં કહ્યું
"जया गई बहुविहं, सव्वजीवाण जाणइ । तया पुण्णं च पावं च, बंधं मुक्खं च जाणइ ॥"
“જ્યારે સર્વે જીવોની બહુવિધ ગતિને જાણે છે, ત્યારે તેના કારણરૂપ પુણ્યને અને પાપને, તથા બંધને અને મોક્ષને જાણે છે.”
જીવો કેટલા છે ? ક્યાં છે ? અને તેમનામાં કેવી શક્તિઓ નજરે પડે છે વગેરે બાબતોનો વિચાર જૈન સૂત્રોમાં બહુ સૂક્ષ્મ રીતે કરવામાં આવ્યો છે. તેમનું એ ભારપૂર્વક કથન છે કે-મનુષ્ય, દેવતા, નારકી અને તિર્યંચપંચેન્દ્રિયથી માંડીને વનસ્પતિ, વાયુ, અગ્નિ, પાણી તથા પૃથ્વી સુધ્ધામાં જીવો છે. એ જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો એટલે કે “યોનિઓ' ૮૪ લાખ છે. તે આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org