________________
“સાત લાખ સૂત્ર ૦૯૭
છે. જેમ કે અંગારા, જવાલા, ભાઠો, ઊડતી જવાળા (અર્ચિ), ઉંબાડિયું, શુદ્ધાગ્નિ, ઉલ્કાગ્નિ, વિદ્યુત, અશનિ (આકાશમાંથી પડતા અગ્નિકર), નિર્ધાત (વૈક્રિય વજના આઘાતથી થતો અગ્નિ), સંઘર્ષથી ઉત્પન્ન થયેલો, સૂર્યકાંતમણિથી થયેલો વગેરે.
સાત તારd વીસા-જેનું શરીર વાયુરૂપ છે, તેવા જીવોની યોનિ' સાત લાખ છે.
વીસ-વાયુ “વાયુકાય'ના બે ભેદો છે ઃ સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર વાયુકાયના અનેક ભેદો છે : જેમ કે પૂર્વનો વાયુ, પશ્ચિમનો વાયુ, દક્ષિણનો વાયુ, ઉત્તરનો વાયુ, ઊર્ધ્વ દિશાનો વાયુ, અધોદિશાનો વાયુ, તીરછો વાયુ, વિદિશાઓનો વાયુ, વાતો ભ્રમ (અનિયમિત વાયુ), વાતોત્કલિકા (તરંગોવાળો), વત-મંડલિકા (વંટોળિયો) ઉત્કલિકાવાત (ઘણા તરંગોથી મિશ્રિત થયેલો), ગુંજાવાત (ગુંજારવ કરતો), ઝંઝાવાત (વૃષ્ટિ સાથેનો વાયુ), સંવર્તવાત (તૃણાદિને ભમાવનારો), ઘનવાત (રત્નપ્રભા વગેરે પૃથ્વીની નીચે રહેલો), તનુવાત (દ્રવ પરિણામવાળો), શુદ્ધવાત વગેરે.
ટૂલ તીરવ પ્રત્યે-વનસ્પતિકાય-પ્રત્યેક વનસ્પતિકાયની “યોનિ' દસ લાખ છે.
વનસ્પતિમાં જીવ હોવાની સાબિતીઓ ઘણી સ્પષ્ટ છે. (૧) તે વાવવાથી ઊગે છે, તેની વંશ-વૃદ્ધિ થાય છે.
(૨) જમીન, પાણી, હવા વગેરે અનુકૂળ પડતાં તે વૃદ્ધિ પામે છે, અને પ્રતિકૂળ પડતાં તે નાશ પામે છે.
(૩) તેને અન્ય પ્રાણીઓની જેમ રોગો લાગુ પડે છે. (૪) તેના પર ઝેરની અસર થાય છે.
(૫) તેને આહારસંજ્ઞા છે, તેથી જમીન તથા વાતાવરણમાંથી રસકસ ચૂસે છે. કેટલીક વનસ્પતિઓ પાંદડાં તથા તંતુઓ વડે જંતુઓ તથા નાનાં-મોટાં પ્રાણીઓનો શિકાર પણ કરે છે.*
* આફ્રિકાના માડાગાસ્કર ટાપુમાં મનુષ્યભક્ષી વૃક્ષો જોવા-જાણવામાં આવે છે.
-
પ્ર.-
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org