________________
૯૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
હોય તે દર્શાવવાને માટે કરેલી છે.
દુન્નો ટુવ્રુતિ-ધ્યાન અને ચિંતનમાં થયેલી અલનાઓ.
એક વિષય પર મનનું કેન્દ્રિત થવું તે “ધ્યાન'; અને સામાન્ય વિચારો આવવા, તે ‘ચિંતન'. પૂર્વ અભ્યાસની પ્રબળતાને લીધે આવા “ધ્યાન’ કે ‘ચિંતનમાં કાંઈ મલિનતા આવી ગઈ હોય, તે “દુર્થાત કે દુર્વિચિત્તિત'.
ઉત્સુત્રાદિ ચાર સ્કૂલનાઓ મુખ્યત્વે “કાયિક અને વાચિક” છે, ત્યારે આ સ્કૂલનાઓ “માનસિક” છે.
માયારો નિછિલ્લો મસાવા-પાસપો-ન આચરવા યોગ્ય, ન ઈચ્છવા યોગ્ય, શ્રાવકોને અત્યંત અયોગ્ય એવી સ્કૂલનાઓ.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યને લગતો આચાર એ શ્રાવકનો સામાન્ય આચાર” છે અને દૈનિક કર્તવ્ય એ “વિશિષ્ટ આચાર” છે. આ બંને પ્રકારના આચારને યોગ્ય ન હોય, તેવું જે કાંઈ થયું હોય તે, આચારને યોગ્ય કહેવાય નહિ.
મનથી જે ઇચ્છવા યોગ્ય નથી, તે “અનેખવ્ય”.
શ્રાવકને માટે “સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એ યોગ્ય છે. તેમાં સામાન્ય ધર્મ માર્ગાનુસારીના ૩૫ ગુણોથી યુક્ત હોય છે અને વિશેષ ધર્મ સમ્યગ્દર્શનપૂર્વક બાર વ્રતોથી યુક્ત તથા અગિયાર પ્રતિમા ધારી હોય છે.* તેથી જે કાંઈ વિપરીત હોય, તે શ્રાવકને યોગ્ય નથી. એટલે શ્રાવકધર્મના પાલનમાં જે કાંઈ સ્કૂલના થઈ હોય, તેનું સૂચન આ પદ વડે થાય છે.
નાળે ઢંને વરિત્તાવરિત્તે સુણ સામાQU-જ્ઞાન, દર્શન, દેશવિરતિચારિત્ર, શ્રત અને સામાયિકને વિશે.
જ્ઞાનના વિષયમાં, દર્શનના વિષયમાં, શ્રાવકધર્મના વિષયમાં, શ્રુતના વિષયમાં અને સામાયિકના વિષયમાં જે કાંઈ સ્કૂલનાઓ થઈ હોય.
ઉપર જે સ્કૂલનાઓ ગણાવી છે તે ઉપાસનાના દષ્ટિબિંદુથી ગણાવી છે, જ્યારે આ સ્કૂલનાઓ ઉપાસ્ય વિષયની છે.
* જુઓ ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૬૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org