________________
નમસ્કાર મંત્ર ૭
આ પ્રકારે ઉભયસંકોચ જે કોઈ એક સાથે કરે તેની ક્રિયા શ્રેષ્ઠ અને
મંગલરૂપ થાય.
અહિંતામાં-[અર્હત્મ્ય:]-અર્હતોને*
સિદ્ધહેમચંદ્ર-શબ્દાનુશાસન (અ. ૮, પાદ ૨, સૂત્ર ૧૧૧)માં ૩ન્નાહૃતિ સૂત્ર વડે જણાવ્યું છે કે અર્હત્ શબ્દમાં સંયુક્તના અંત્ય વ્યંજન પહેલાં અર્થાત્ ર્ માં મૈં રૂ અને ૩ ઉમેરાય છે, એટલે તેનાં અન્તો, અરિહંતો અને ઝરુદ્દન્તો એવાં ત્રણ રૂપ બને છે. તાત્પર્ય કે અરહંત, અરિહંત અને અરુહંત એ ત્રણે અર્હત્ શબ્દનાં પ્રાકૃત રૂપો છે.
અર્હ એટલે યોગ્ય હોવું અથવા લાયક હોવું. જેઓ ઇંદ્રાદિ વિબુધોના સન્માનને-સત્કારને અથવા પૂજાદિ ક્રિયાઓને યોગ્ય હોય છે, તે અર્હત્ અરહત અથવા અરહંત કહેવાય છે. શ્રીભદ્રબાહુસ્વામીએ આવશ્યકનિર્યુક્તિમાં તેનો અર્થ નીચે પ્રમાણે કરેલો છે :
અરિહંત વંળ-નમંસળાફ, અહિંતિ સૂર્ય-સાર । सिद्धिगमणं च अरिहा, अरहंता तेण वुच्चति ॥९२१॥
ભાવાર્થ : જેઓ વંદન-નમસ્કારને યોગ્ય હોય છે, જેઓ પૂજાસત્કારને યોગ્ય હોય છે તથા જેઓ સિદ્ધિગમનને યોગ્ય હોય છે, તે અરહંત-અર્હત્ કહેવાય છે.
જગતમાં પ્રકાશ કરનાર, આત્મપદાર્થને બતાવનાર, ત્યાગને ફળસહિત દેખાડનાર, જો કોઈ હોય તો તે પ્રથમ અરિહંત જ છે.
* શ્રી ભગવતી સૂત્રના મંગલાચરણમાં, શ્રી મહાનિશીથ સૂત્રના પાંચમા અધ્યયનમાં, શ્રી કલ્પસૂત્રના શક્રસ્તવ-અધિકારમાં તથા શ્રી જયસિંહસૂરિએ વિ. સં. ૯૧૫માં રચેલા ધમ્મોવએસમાલા (ધર્મોપદેશમાલા) વિવરણ વગેરેમાં અત્યંત પાઠ જોવામાં આવે છે.
ઓરિસાની હાથીગુફા તથા ગણેશગુફા પરના મહામેઘવાહન કર્લિંગાધિપતિ મહારાજા ખારવેલના શિલાલેખમાં નીચેના શબ્દો જોવામાં આવે છે :
'नमो अरहंतानं । नमो सवसिधानं । वेरेन महाराजेन अरहंतपसादानं कलिंगानं... ' મથુરાનો શિલાલેખ જે ઓછામાં ઓછો ઈ. સ. પૂર્વે ૫નો છે, તેમાં નીચે પ્રમાણે લખાણ છે :- ‘નમો અહતો. વધમાનસ..... અરહતપૂનાયે' ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org