________________
૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
: પદ્મ-નમ:, સર્વ-પાપ-પ્રશાશન: । मङ्गलानां च सर्वेषां प्रथमं भवति मङ्गलम् ॥१॥ (૩) સામાન્ય અને વિશેષ અર્થ નમુક્કારો-[નમÓા]-નમસ્કાર.
નમ:જળમિતિ નમર:-નમન, વંદન કરવાની ક્રિયા તે નમસ્કાર. જે શ્રુતસ્કંધ વડે કે જે પાઠ વડે નમસ્કારની ક્રિયા થાય છે, તે પાઠ પણ ઉપચારથી નમસ્કાર કહેવાય છે.
સંસ્કૃત નમóાર શબ્દનો પ્રાકૃત સંસ્કાર નમોધ્ધાર તથા નમુન્નાર થાય છે (સિ. હે. શ. ૮-૧-૬૨) અને પ્રાકૃતમાં આદિ નો વિકલ્પે ળ થાય છે. (સિ. હે. શ. ૮-૧-૨૨૯), તેથી મોરાર, નમુક્કાર એવાં રૂપો પણ બની શકે છે. નમુક્કારનું પ્રથમાનું એકવચન નમુક્કારો.
નમાર સૂત્રમ્–આવશ્યક સૂત્રોમાં સામાયિક આદિની પ્રરૂપણા થઈ છે તેવી નમસ્કાર(નવકાર)ની સ્વતંત્ર પ્રરૂપણા પ્રાપ્ત થતી નથી. આચારાંગ, સૂયગડાંગમાં તે દર્શાવેલ નથી. પરંતુ સર્વ શાસ્ત્રોની આદિમાં નવકારનું સ્મરણ-પઠન ન થાય ત્યાં સુધી સર્વ શ્રુતસ્કંધની વાચના થાય નહીં, તેનું અધ્યયન કરાવાય નહીં. તેથી નવકારનો જુદો શ્રુતસ્કંધ નથી પણ સર્વમાં તે સ્વયમેવ સમાયેલ છે. આ વિષયમાં નવાંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી પણ તેવી પ્રણાલિકાનો આધાર ટાંકતા જણાવે છે :
यदाह
सो सव्वसुअकखंधब्भंतरभूओत्ति अतः शास्त्रस्यादावेव परमेष्ठिपञ्चकनमस्कारमुपदर्शयन्नाह - ' णमो अरहंताणं' इत्यादि
એટલે કે પંચનમસ્કારરૂપી શ્રુતસ્કંધ સર્વ શ્રુતસ્કંધોની આદિમાં અંતર્ભૂત જ છે માટે ભગવતીસૂત્રની આદિમાં પણ પંચપરમેષ્ઠીને નમસ્કારરૂપસૂત્ર કહે છે.
નમો-[નમઃ]-નમસ્કાર થાઓ,· વંદન થાઓ. પાંચ અધ્યયન અલગ અલગ હોવાથી દરેકમાં નમો શબ્દનો પ્રયોગ થાય છે.
નમો-એ નમ્રતા-વિનયનું સંસૂચક નૈપાતિક પદ છે. આરાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org