________________
७९
હોવાથી આ પુસ્તક આ રીતે પ્રસિદ્ધ થવું આવશ્યક હતું. શાસ્ત્રમાં કહ્યું છે કે અજ્ઞાત વસ્તુ કરતાં જ્ઞાત વસ્તુ ઉપર અનંતગુણી શ્રદ્ધા પેદા થાય છે.* રત્ન સ્વભાવથી જ સુંદર છે, છતાં તેના મૂલ્યનું વાસ્તવિક જ્ઞાન થયા પછી તેના ઉપર જે શ્રદ્ધા થાય છે, તે દૃઢ અને અનેકગુણથી અધિક હોય છે. પ્રતિક્રમણનાં સૂત્રો સાચાં રત્નોની જેમ સ્વભાવથી જ સુંદર છે. તો પણ તેના ઉપર અંતરંગ શ્રદ્ધા થવા માટે તેનાં અર્થ અને રહસ્યોનું, પ્રભાવ અને માહાત્મ્યનું યથાસ્થિત જ્ઞાન મેળવવાની જરૂર છે. આ પુસ્તકમાં તેવો જ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રતિક્રમણ-સૂત્રના શાસ્રીય શબ્દો અને સત્યો બને તેટલી સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાવવામાં આવ્યા છે. એ વાંચવાથી, ભણવાથી પ્રતિક્રમણ-સૂત્રો સંબંધી ફેલાયેલી અજ્ઞાનતા તથા પ્રતિક્રમણની ક્રિયા પ્રત્યે આવેલી કે આવતી બેદિલી દૂર થશે અને હવે પછી પ્રગટ કરવાના વિભાગો તથા આજ પૂર્વે પ્રગટ થયેલાં પુસ્તકો વાંચવા તથા ભણવા માટે અંતરની ઝંખના વધશે તથા આ સૂત્રો અને તેના અર્થો રચનારા તથા પ્રકાશનારા અને આજ સુધી તેને સુરક્ષિત રાખીને આપણા પર્યંત સક્રિયરૂપે લઈ આવનારા પરમ ઉપકારી પૂર્વ મહર્ષિઓ ઉપર આંતરિક બહુમાનનો ભાવ પ્રગટ થશે.
આ પુસ્તકના લેખક અને યોજક મહાનુભાવો આ કાર્ય માટે જો આ વિષયના જાણકાર ગીતાર્થ મહાપુરુષો પ્રત્યે સમર્પિત ભાવને ધારણ કરવાની મનોવૃત્તિવાળા બન્યા ન હોત તો આ પુસ્તક જે રીતે પ્રસિદ્ધ થવા પામ્યું છે, તે રીતે કદાચ પ્રસિદ્ધ થવા પામત નહિ. જૈન શાસ્ત્રના કોઈ પણ વિષય ઉપર કલમ ઉપાડવી હોય તેણે સૌથી પ્રથમ ગીતાર્થ પારતંત્ર્ય પ્રાપ્ત કરવું જ પડશે, અન્યથા લાભ થવાને બદલે તેનાથી મોટો અનર્થ થવાનો સંભવ છે.
ભૂતકાળમાં આમ બન્યું છે. તત્ત્વાર્થભાષ્ય પરથી આવશ્યકને અંગબાહ્ય તરીકે સ્થવિરકૃત માની ગણધકૃત નથી એવું સ્થાપિત કરાયું છે, પણ તે ખોટું છે; કેમકે ઠાણાંગસૂત્રમાં અંગબાહ્યશ્રુતના આવશ્યક અને આવશ્યકવ્યતિરિક્ત એવા બે ભેદ પાડી આવશ્યકને ગણધકૃત અને આવશ્યક
★ ज्ञाते वस्तुनि अज्ञाताद्वस्तुनः सकाशादनंतगुणिता श्रद्धा प्रवर्धते ।
Jain Education International
उपदेशरहस्य टीका गा. ११०
For Private & Personal Use Only
www.jainelibrary.org