________________
૭૭
એ રીતે ક્રિયાની પાછળ આશય ભળે છે, ત્યારે તે બન્નેય મળીને મોક્ષનો હેતુ બને છે. આશયશુદ્ધિપૂર્વકની પ્રતિક્રમણની ક્રિયા વિશેષે કરીને મોક્ષનો હેતુ બને છે, કારણ કે તેમાં સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન એ પાંચ પ્રકારના યોગોની વિશિષ્ટ આરાધના રહેલી છે.
૧. સ્થાન :–કાયોત્સર્ગાદિ આસનવિશેષ. ૨. વર્ણ –ક્રિયામાં ઉચ્ચારાતા સૂત્રના અક્ષરો. ૩. અર્થ :–અક્ષરોમાં રહેલા અર્થવિશેષનો નિર્ણય.
૪. આલંબન :–બાહ્ય પ્રતિમા, અક્ષ-સ્થાપના આદિ વિષયક ધ્યાન.
પ. અનાલંબન –બાહ્ય રૂપી દ્રવ્યના આલંબન રહિત કેવળ નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ.
યોગશાસ્ત્રમાં પ્રતિપાદિત આ પાંચ પ્રકારનો વિશિષ્ટ યોગ પ્રતિક્રમણની ક્રિયામાં સધાય છે. તેમાં સ્થાન અને વર્ણ, એ બે ક્રિયાયોગ છે, કારણ કે સ્થાન એ શારીરિક અને વર્ણ એ વાચિક ક્રિયારૂપ છે, અને અર્થ, આલંબન તથા અનાલંબન એ ત્રણ જ્ઞાનયોગ છે, કારણ કે તે માનસિક વ્યાપારરૂપ છે.
એ રીતે, આશયશુદ્ધિપૂર્વક કરાતી આ ક્રિયા તીર્થના રક્ષણ સાથે મોક્ષની પણ પ્રાપ્તિના હેતુભૂત થાય છે. હાથકંકણને આરસીની જરૂર નથી. ક્રિયા કરીને તેનો લાભ પ્રત્યક્ષ અનુભવવો, એ જ તેને સમજવાનો રાજમાર્ગ છે.
શંકા ૧૨ ઃ પ્રતિક્રમણ સૂત્ર ઉપર અનેક પુસ્તકો બહાર પડ્યાં છે, તો નવું પુસ્તક પ્રકટ કરવાની જરૂર શી છે ?
સમાધાન : આમ તો પ્રતિક્રમણ સૂત્ર ઉપર કોઈ પણ પુસ્તક બહાર પાડવાની જરૂર જ નથી, કારણ કે-સૂત્રો અલ્પ છે, અને તે પુસ્તક વિના પણ મુખપાઠ કરાવી શકાય એમ છે. ૨૫-૫૦ વર્ષ પહેલાના સમયમાં એ રીતે જ થતું હતું. તથા તેનો અર્થ-ભાવાર્થ-ઐદંપર્યાર્થ વગેરે વિસ્તૃત રૂપમાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરેમાં લખાયેલો મોજૂદ છે. તથા તેને ભણનારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org