________________
૬૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીક-૧
ગાથામાં સિદ્ધ સિદ્ધિ મમ દ્વિતંતુ શબ્દોથી ઈષ્ટ ફળની સિદ્ધિ માટેની મનડકામના વ્યક્ત કરવામાં આવી છે.
ભક્તિ, જ્ઞાનની પૂર્વભૂમિકા-ભક્તિ વિના મુક્તિ નહિ એ ઉક્તિનો અર્થ ભક્તિ સિવાયનાં અન્ય સાધનોનો નિષેધ કરવાનો નથી, પણ ભક્તિનું સામર્થ્ય પ્રકટ કરવાનો છે. નિર્ગથ-પ્રવચનમાં કહ્યું છે કે
भत्तीए जिणवराणं, परमाए खीण-पिज्ज-दोसाणं । आरोग्ग-बोहिलाभं, समाहि-मरणं च पावेंति ॥
-ઉત્તરાધ્યયનસૂત્ર. શાં. ટીકા અધ્યયન -૨૯. કિીર્તનનું મુખ્ય લક્ષણ-ભગવાનના બાહ્ય અને આંતરિક ગુણોનું વર્ણન કરવું એ કીર્તનનું મુખ્ય લક્ષણ છે. સૂરિ-પુરંદર-શ્રી હરિભદ્રસૂરિએ ચતુર્થ પંચાલકમાં કહ્યું છે કે :
सारा पुण उ थुइ-थोत्ता, गंभीरपयत्थ-विरड्या जे । सब्भूयगुणुक्कित्तणरूवा खलु ते जिणाणं तु ॥२४॥
જે, ગંભીર પદો અને અર્થ વડે રચાયેલાં હોય તથા શ્રી જિનેશ્વરદેવોના યથાર્થ ગુણોનાં કીર્તનરૂપ હોય, તે જ સ્તુતિ-સ્તોત્રો (સ્તવન) ઉત્તમ જાણવાં.
तेसिं अत्थाहिगमे, णियमेणं होइ कुसल-परिणामो । सुंदरभावा तेर्सि, इयरम्मि वि रयण-णाएण ॥२५॥
તે સારભૂત સ્તુતિ-સ્તોત્રોના અર્થાવબોધથી કલ્યાણકારી અધ્યવસાયો જરૂર જાગે છે અને તેના સુંદર ભાવથી અર્થ ન સમજનાર ઇતર જનમાં પણ રત્નના દૃષ્ટાંત પ્રમાણે કુશલ પરિણામ થાય છે.
રત્નનું દૃષ્ટાંત તેમણે નીચે મુજબ સમજાવ્યું છે :जर-समणाई रयणा, अण्णाय-गुणा वि ते समिति जहा । कम्म-ज्जाराइ थुइमाइया वि तह भावरयणा उ ॥२६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org