________________
ઉપાય હોવાથી પ્રત્યેક તીર્થપતિના શાસનમાં તે વિહિત થયેલું છે, એ વાત પ્રત્યેક તીર્થપતિઓના મુનિઓનાં વર્ણનોમાં શાસ્ત્રકારોએ વર્ણવી છે. તેવાં બેચાર વર્ણનો અહીં આપવાથી તે વિષયની પ્રતીતિ દઢ થશે.
(૧) શ્રી મહાવીર ભગવાનનો જીવ નયસારના ભવમાં સમ્યક્ત પામ્યા પછી ત્રીજા ભવે શ્રી ત્ર8ષભદેવસ્વામીના પૌત્ર અને ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ તરીકે ઉત્પન્ન થયો. તેણે શ્રી ઋષભદેવસ્વામી પાસે દીક્ષા લીધી અને સામાયિક આદિ ૧૧ અંગોનો અભ્યાસ કર્યો, તે વાત જણાવવાને પ્રસંગે નિર્યુક્તિકાર ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીજી આવશ્યકસૂત્રની નિર્યુક્તિમાં ફરમાવે છે કે
मरिई वि सामिपासे विहइ तवसंजमसमग्गो । सामाइयमाईयं इक्कारसमाउ जाव अंगाउ । उज्जुत्तो भक्तिगओ अहिज्जिओ सो गुरुसगासे ॥
મા. નિ. તથા રૂ૬-રૂ૭ તપ અને સંયમથી સહિત એવા મરીચિ, સ્વામીની સાથે વિચરે છે. ઉદ્યમી અને ભક્તિમાન એવા તે ગુરુ પાસે સામાયિકથી માંડીને અગિયાર અંગપર્યત ભણ્યા.
(૨) જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગમાં નીચેના ઉલ્લેખો છે : શૈલકજ્ઞાત નામે પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે
(૪) ત્યારબાદ તે થાવસ્યાપુત્ર શ્રી નેમિનાથ સ્વામીના તથા પ્રકારના ગુણવિશિષ્ટ સ્થવિરો પાસે સામાયિકાદિ ચૌદ પૂર્વેનો અભ્યાસ કરે છે.
() XX X તે પછી મુંડ થઈને દીક્ષા અંગીકાર કર્યા બાદ શુક નામના મહર્ષિ સામાયિકથી માંડીને ચૌદ પૂર્વોનું અધ્યયન કરે છે.
(1) શેલક નામના રાજા પણ શુક નામના મહર્ષિ પાસે ધર્મનું શ્રવણ કરીને દીક્ષા અંગીકાર કરે છે તથા સામાયિક આદિ અગિયાર અંગોનો અભ્યાસ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org