________________
સામાયિકની સાધના ૦૫૮૩
આત્માની જુદાઈ જાણી ચૂકેલા એ મુનિવર જરા પણ કંપતા નથી. તેમ કરતાં પ્રાણ-પંખેરું ઊડી જાય છે, પણ તે સ્થિતિમાં તેમને જરા પણ દુ:ખ નથી. તેઓ છેવટ સુધી સંપૂર્ણ શાંતિ જાળવી રાખે છે.
(૮) સમભાવમાં સ્થિર થયેલા પ્રશમરસના-નિમગ્ન શ્રીજિનેશ્વર દેવની છબી.
સામાયિક-ભવનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રને લગતાં ઉપકરણો પણ યોગ્ય સ્થાને કલામય રીતે ગોઠવી શકાય. આ ભવનનો ઉપયોગ બીજી કોઈ પણ પ્રવૃત્તિ માટે કરવો ન જોઈએ, જેથી તેનું વાતાવરણ સદા પવિત્ર રહે.
(૨૦) સ્થિર આસન " મનને એકાગ્ર કરવા માટે અન્ય સઘળી ક્રિયાઓ છોડીને એક સ્થાને બેસવું જરૂરી છે. એટલા માટે સામાયિકમાં કટાસન જે મોટા ભાગે ઊનનું હોય છે, તે બિછાવવામાં આવે છે ને તેના પર જ બેસવામાં આવે છે. સાધકે એના પર કઈ ઢબે બેસવું, એટલે કયા આસને બેસવું એ પણ સમજવા જેવું છે. જો આસન અક્કડ કે અટપટું હોય તો સંભવ છે કે જીવવિરાધના થાય. જો એ આસન એકદમ સુંવાળું હોય તો સંભવ છે કે પ્રમાદ થાય અથવા નિદ્રા આવે. વળી ભીંતને અઢેલીને કે સ્તંભનો ટેકો લઈને બેસવામાં પણ એ જ ભીતિ રહેલ છે.
યોગ-નિષ્ણાતો કહે છે કે-સ્થિરસુવિમાનમ્ એટલે લાંબા વખત સુધી સુખ-પૂર્વક બેસી શકાય એનું નામ આસન. યોગ-સાધકે એવું સાધન પસંદ કરવું જોઈએ કે જેનાથી તે લાંબા વખત સુધી સુખ-પૂર્વક એક સ્થાને બેસી શકે. કહ્યું છે કે
जायते येन येनेह, विहितेन स्थिरं मनः ।। तत् तदेव विधातव्यमासनं ध्यान-साधनम् ॥
ધ્યાનનાં સાધન તરીકે તે તે આસન જોઈએ કે જે જે કરવાથી મન સ્થિર થાય.
ચિત્તની એકાગ્રતા સાધવામાં ઉપયોગી થાય તેવાં આસનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org