________________
સામાયિક લેવાનાવિધિ અંગેની વિસ્તૃત સમજ ૦૫૪૧
આ ક્રિયા પૂરી થયા પછી મુહપત્તી-પડિલેહણ- મુખવસ્ત્રિકાપ્રતિલેખન)ની ક્રિયા શરૂ થાય છે. પ્રત્યેક ક્રિયા ગુરુવંદન અને ગુરુ-આદેશથી કરવાની હોઈ, અહીં ગુરુને ખમાસમણ-પ્રણિપાતની ક્રિયાપૂર્વક વંદન કરવામાં આવે છે અને મુખપત્તી પડિલેહવા માટે ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક-મુહપત્તી પડિલેહઉં એ શબ્દોથી આજ્ઞા માગવામાં આવે છે. ગુરુ હાજર હોય તો તે કહે છે, પડિલેહેહ. અર્થાત્ પ્રતિલેખના કર. સાધક તે આદેશને શિરોધાર્ય કરતાં જણાવે છે કે ઇચ્છું-હું તે જ પ્રમાણે ઈચ્છું છું. પછી તે મુહપત્તીની પડિલેહણા કરે છે.
આ વિધિ પૂરો થયા પછી ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા દ્વારા ગુરુવંદન કરીને સામાયિકમાં પ્રવેશ કરવા માટેની આજ્ઞા માગવામાં આવે છે. તેમાં પ્રથમ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! સામાયિક સંદિસાહું એ શબ્દ વડે સામાયિક કરવાની ઇચ્છા પ્રકટ કરી તે માટે ગુરુનો આદેશ લેવાની ભાવના પ્રદર્શિત કરવામાં આવે છે, અને જ્યારે ગુરુ સંદિસહ શબ્દથી તે બાબતની આજ્ઞા આપે, ત્યારે તેને શિરોધાર્ય કરવા ઈચ્છે બોલીને પુનઃ ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા દ્વારા વંદન કરી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં? એ શબ્દોથી સામાયિકમાં સ્થિર થવાનો આદેશ માગવામાં આવે છે. ગુરુ તરફથી ઠાએહ શબ્દથી આ આદેશ મળી જતાં ઇચ્છે કહી ઊભા થઈને બે હાથ જોડીને નમુક્કાર(નવકાર મંત્રોના પાઠની એક વખત ગણના-પૂર્વક ઈચ્છકારિ ભગવનું ! પસાય કરી સામાયિક-દંડક ઉચ્ચરાવોજી તેમ વિનંતિ કરવામાં આવે છે. આ વિનંતિ પરથી ગુરુ તેને સામાસુત્ત એટલે કરેમિ ભંતેનો પાઠ ઉચ્ચરાવે છે. ગુરુ જે સૂત્ર બોલે તે પ્રમાણે સાધકે બે હાથ જોડી સહેજ માથું નીચું નમાવવા પૂર્વક શાંતિથી શ્રવણ કરવાનું અને ધીમે સ્વરે બોલવાનું (ઉચ્ચારવાનું) છે; એટલે ગુરુ પ્રતિજ્ઞા લેવડાવે છે અને સાધક પ્રતિજ્ઞા લે છે.
પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન જાય એ ભાવનાને સાધકે મજબૂત રીતે હૃદયમાં ધારણ કરવાની છે, કારણ કે સાધનાની સફલતાનો સર્વે આધાર તેના નિર્વાહ અથવા પાલન પર રહેલો છે. દરેક ધાર્મિક ક્રિયા કે આધ્યાત્મિક અનુષ્ઠાન પ્રતિજ્ઞા-પૂર્વક કરવામાં આવે છે, તેનું કારણ એ છે કે સાધકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org