________________
માડવી એટલે તેના વધી છે. અને
તેના મનો
પ૩૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ સમ્યદૃષ્ટિ-એટલે સમકિતી મુમુક્ષુ. તેને સમાધિ પમાડવી એટલે દરેક રીતે શાતા પમાડવી. જીવનની જરૂરિયાતોથી માંડીને જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં સાધનો પૂરાં પાડવાં સુધીની સર્વ બાબતોનો તેમાં સમાવેશ થાય છે. ચે.મ.માં સમદ્દિ-શબ્દનો અર્થ સંઘ કરવો એવું સૂચન છે અને તેને સમાધિ પમાડવી એટલે તેના મનમાં કોઈ પણ કારણે દુઃખ ઉત્પન્ન થયું હોય તો તે દૂર કરવું એવો અર્થ ઘટાવેલો છે. સદ્દો સંયો, તસ્ય સમાદી મોહમાવો સમ્યગ્દષ્ટિ એટલે સંઘ, તેની સમાધિ એટલે તેના મનોદુઃખનો અભાવ.
(૫) અર્થ-સંકલના વૈયાવૃત્ય કરનારાઓના નિમિત્તે, ઉપદ્રવો અથવા ઉપસર્ગોની શાંતિ કરનારાઓના નિમિત્તે અને સમ્યદૃષ્ટિઓને (મુમુક્ષુઓને) ધર્મારાધનમાં મદદ કરનારાઓના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું.
(૬) સૂત્ર-પરિચય શાસન પર ભક્તિવાળા સમ્યગુદષ્ટિ દેવોને શાસન-દેવ કહેવામાં આવે છે. આ શાસન-દેવો શાસનની નિરંતર ભક્તિ કરતા રહે છે. તેઓ સંઘમાં ઉપદ્રવ લાતાં તેનું નિવારણ કરીને શાંતિ સ્થાપે છે, તથા કોઈ પણ કારણે સંઘનું (ક સંઘની કોઈ પણ વ્યક્તિનું) મન દુભાતું હોય તેવા વખતે તેઓ એ દુઃખને ટાળવાનો શક્ય પ્રયત્ન કરે છે.
જૈનસંઘના ઇતિહાસમાં શાસનદેવોની સેવા ઉજ્જવળ અક્ષરોએ નોંધાયેલી છે, તેથી ચૈત્યવંદન-પ્રસંગે તેઓનું કાયોત્સર્ગ દ્વારા આરાધન કરવામાં આવે છે.
આ રીતે શાસનદેવોને યાદ કરવામાં સંઘની સુરક્ષિતતા, શાંતિમય વાતાવરણ તથા વૈયાવૃત્ય કરનારાઓનું કૃતજ્ઞતાથી સંસ્મરણ કરવાનો ઉદ્દેશ રહેલો છે. સંઘની સુરક્ષિતતા અને શાંતિમય વાતાવરણનો મુખ્ય હેતુ ધર્મારાધન માટે વિશેષ અનુકૂળતા મેળવવાનો છે. આ વિષયમાં વધુ જાણવા ઇચ્છનારે શ્રી યશોવિજયજી કૃત ઐન્દ્રસ્તુતિ જોવી.
(૭) પ્રકીર્ણક આ સૂત્રનો મૂળપાઠ લલિતવિસ્તરા ચે. વૃ.માં આપેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org