________________
૫૦૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
સુગK-[ શ્રુતસ્ય]-શ્રુતને, શ્રુતજ્ઞાનને, શાસ્ત્રને.
શબ્દ-નિમિત્તથી થતું જ્ઞાન, તે શ્રુતજ્ઞાન. શ્રુત એટલે સાંભળેલું, તીર્થંકરો પાસેથી સાંભળીને મેળવેલું. જેમ કે સુર્યમે આમં ! તેખં ભાવયા एवमक्खायं श्रुतं मया आयुष्मन् ! तेन भगवता एवमाख्यातम् । हे આયુષ્મન્ ! મેં સાંભળ્યું છે કે ભગવાને આમ કહેલું છે. અર્થાત્ તીર્થંકર ભગવાને આપેલા ઉપદેશનો ભાવ ગ્રહણ કરીને ગણધરો જે સૂત્રો ગૂંથે છે, તે શ્રુત કહેવાય છે. તેના પર્યાય-શબ્દો નીચે મુજબ છે :
સુય-સુત્ત-પંથ-સિદ્ધાંત-સામને આા-વયળ-વણ્યો । पण्णवणा आगम इय, एगट्ठा पज्जवा सुत्ते ॥
-બૃહત્કલ્પ-વૃત્તિ સભાષ્ય, ભા. ગા. ૧૧૭. શ્રુત, સૂત્ર, ગ્રંથ, સિદ્ધાન્ત, શાસન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના અને આગમ.
આવશ્યકસૂત્રની વૃત્તિમાં જણાવ્યું છે કે સામાયિકથી માંડીને બિન્દુસારપૂર્વ સુધીનું જે જ્ઞાન, તે શ્રુત. શ્રુતં સામાયિદ્િ-વિનુસારાન્તમ્ । શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે : અંગ-પ્રવિષ્ટ અને અંગ-બાહ્ય. અંગ શબ્દ અહીં સૂત્રરૂપ પુરુષના અંગ તરીકે યોજાયેલો છે. નંદીસૂત્રની ચૂર્ણિમાં મુત્તપુરિસ-સૂત્ર-પુરુષનો પરિચય નીચે મુજબ આપવામાં આવ્યો છે :
આયાર અને સૂયગડ, બે પગ.
ઠાણ અને સમવાય, બે નળા.
વિવાહપણત્તિ અને નાયાધમ્મકહા, બે જાંઘ.
ઉવાસગદસા અને અંતગડદસા, પીઠ અને ઉદર. અણુત્તરોવવાઇયદસા અને પછ્હાવાગરણ, બે હાથ. વિવાગસુય, ડોક.
દિઢિવાય, મસ્તક.
અંગ-પ્રવિષ્ટને નિયત શ્રુત ગણવામાં આવે છે, કારણ કે તે પ્રકારનું દરેક તીર્થંકરના વખતે અવશ્ય હોય છે અને અંગ-બાહ્યને અનિયત શ્રુત
શ્રુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org