________________
૪૯૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
પૂરાં થાય છે અથવા તો તેમના હૃદયમાં રહેલી બોધિલાભની ઇચ્છા શ્રીજિનરાજનાં ચરણોની સેવા કરવાથી પૂરી થાય છે.
ત્રીજી વંદના શ્રુતજ્ઞાનને એટલે શ્રીમહાવીરપ્રભુના આગમોને કરવામાં આવી છે. આ આગમો અનેક રીતે જલનિધિને-સાગરને મળતાં હોઈને તેમની સરખામણી સાગર સાથે કરવામાં આવી છે. જેમ સાગર ગંભીર હોય છે, તેમ આ આગમો બોધથી ગંભીર છે. જેમ સાગર મનોહર જલલહરીઓ વડે સુંદર હોય છે, તેમ આ આગમો પદ-રચનાઓ વડે સુંદર છે. જેમ સાગર ઘણો ઊંડો હોય છે, તેમ આ આગમો જીવદયાના સિદ્ધાંતોને લીધે ઘણા જ ગહન છે. જેમ સાગરમાં મોટી ભરતી આવ્યા કરે છે, તેમ આ આગમોમાં ચૂલિકારૂપી ભરતીઓ આવે છે. જેમ સાગર રત્નોથી ભરપૂર હોય છે, તેમ આ આગમો આલાપકોથી ભરપૂર છે. જેમ સાગરનો પાર પામવો મુશ્કેલ છે, તેમ આગમોનો પાર પામવો પણ મુશ્કેલ છે.
ચોથી વંદના શ્રુતદેવીને કરવામાં આવી છે, કે જેને શ્રુતજ્ઞાનનીઅધિષ્ઠાયિકા માનવામાં આવે છે. એનો નિવાસ સુંદર કમલ ઉ૫૨ છે કે જેની આસપાસ સુગંધમાં મત્ત થયેલા ભમરા મધુર ગુંજા૨વ કરી રહેલા છે. જે લાવણ્યથી ભરપૂર છે; જેના કંઠમાં (ચતુર્દશ-પૂર્વરૂપી) મનોહર હાર શોભી રહેલો છે, જેના હાથમાં મનોહર-કમલ છે અને જેનો સમસ્ત દેહવાણીથી બનેલો છે. આ દેવી પાસે એવું ઉત્તમ વરદાન માંગવામાં આવ્યું છે, કે જેને લીધે ભવનો આત્યંતિક વિરહ થાય, મતલબ કે મોક્ષ-સુખની પ્રાપ્તિ
.
થાય.
આ સ્તુતિ પર જ્ઞાનવિમલસૂરિ તથા બીજાઓએ સંસ્કૃતમાં ટીકાઓ રચેલી છે તથા તેના પ્રત્યેક ચરણની પાદપૂર્તિઓ પણ કરેલી છે.
શ્રાવિકાઓ દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણમાં નમોડસ્તુ વર્ધમાનાય અને વિશાલલોચન સ્તુતિની જગાએ આ સ્તુતિની પ્રથમ ત્રણ ગાથાનો ઉપયોગ કરે છે તથા સાધુઓ અષ્ટમીના દિવસે દૈવસિક પ્રતિક્રમણના દેવવંદનમાં આ સ્તુતિનો ઉપયોગ કરે છે, તથા ચતુર્વિધ સંઘ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં સજ્ઝાયના સ્થાને ઉવસગ્ગહર થોત્તપૂર્વક આ સ્તુતિનો ઉપયોગ કરે છે, તે વખતે પ્રતિક્રમણમાં જે વડીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org