________________
૪૯૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ આગમરૂપી સમુદ્રની હું આદર-પૂર્વક સેવા કરું છું. ૩.
મૂલથી ડોલાયમાન હોવાથી ખરેલા પરાગની અતિ સુગંધમાં મસ્ત થયેલા ભ્રમરોની શ્રેણીથી શોભાયમાન સુંદર પાંખડીવાળા કમલ-ઘર ઉપર આવેલા ભવનમાં રહેનારી ! કાંતિ-પુંજથી શોભાયમાન ! હાથમાં સુંદર કમલને ધારણ કરનારી ! અને દેદીપ્યમાન હાર વડે અત્યંત મનોહર ! દ્વાદશાંગીની અધિષ્ઠાત્રી હે શ્રુતદેવિ ! તમે મને મોક્ષનું ઉત્તમ વરદાન આપો ૪.
(૬) સૂત્ર-પરિચય માતા, પિતા, બંધુ, બહેન, પુત્ર, પુત્રી, સ્વજન, સંબંધી, વડીલ, ગુરુ આદિ અનેક પ્રકારના સંબંધોથી ગૂંથાયેલું જીવન જેમ સંસાર છે, તેમ વ્યાપાર-રોજગાર, કલા-કૌશલ્ય, ખેતીવાડી, હુન્નર-ઉદ્યોગ, શિક્ષણસાહિત્ય, વૈદ્યક-વિજ્ઞાન તથા રાજ-કારણ જેમાં વર્તી રહેલાં છે, તે પણ સંસાર છે. સંસારનું આ બાહ્ય સ્વરૂપ છે. વળી ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને કામવિકાર જેમાં અનુભવાય છે, તે પણ સંસાર જ છે; પરંતુ એ તેનું આત્યંતર સ્વરૂપ છે. તે બંનેના યોગે જીવ ભવ-ભ્રમણ કરે છે, આ રીતે જેમાં અનેક પ્રકારના તાપો-સંતાપો અનુભવાય છે, તેને જ્ઞાનીજનોએ દાવાનલની ઉપમા આપી છે. આ સંસારમાં જીવ ક્ષણ પણ શાંતિ અનુભવતો નથી. આજે ધન મેળવવાની ચિંતા, તો કાલે ધન સાચવવાની ચિંતા. આજે વ્યાપાર-રોજગારની ફિકર, તો કાલે પ્રતિષ્ઠાની ફિકર. આજે કુટુંબ-કબીલાના પ્રશ્નો, તો કાલે સમાજ અને રાજના પ્રશ્નો. એ પ્રકારની આધિનો પ્રવાહ નિરંતર ચાલ્યા જ કરે છે. એમાં કોઈ વાર પેટ દુઃખે છે, તો કોઈ વાર માથું દુઃખે છે. કોઈ વાર દાંત દુઃખે છે, તો કોઈ વાર કાન દુ:ખે છે. વળી કોઈ વાર શરદી થઈ આવે છે, તો કોઈ વાર વિષુચિકા થઈ જાય છે. કોઈ વાર ઋતુ માફક નથી આવતી, તો કોઈ વાર પાણી ભારે પડે છે. એ ઉપરાંત તાવ, ખાંસી, દમ, વાયુ, ઝાડા, મરડા, શૂળ, સોજા, ક્ષય ને કેન્સર જેવાં અનેક દર્દો ટાંપીને જ ઊભાં હોય છે. જરા લાગ મળ્યો કે શરીરમાં તે સિફતથી પેસી જાય છે, એટલે વ્યાધિનો કોઈ સુમાર નથી. તેમ જ આ પ્રકારની આધિ અને વ્યાધિની વચ્ચે ઉપાધિ પણ ડોકિયાં કરતી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org