________________
५२
માટે પ્રતિક્રમણ નિયત નહિ કહેતાં અનિયત કહ્યું છે. તેઓ જ્યારે જ્યારે દોષ લાગે ત્યારે ત્યારે પ્રાજ્ઞ હોવાથી સમજી જતા અને ઋજુ હોવાથી તેનો સ્વીકાર કરી પ્રતિક્રમણ દ્વારા દોષની શુદ્ધિ કરી લેતા. ભગવાન મહાવીરના શાસનના સાધુઓ જડ અને વક્ર બન્નેય હોવાથી તેમના માટે દોષનો સંભવ પણ અધિક છે, અને દોષનો સ્વીકાર પણ દુષ્કર છે. તેથી તેમને માટે પ્રતિક્રમણધર્મ નિયત છે. ત્રણ વૈદ્યનું દૃષ્ટાંત આપીને તે વાત શ્રીકલ્પસૂત્રની વૃત્તિમાં ભારપૂર્વક સમજાવી છે, તે આ રીતે
એક રાજાએ આગામી કાળે પણ પુત્રના શરીરે વ્યાધિ ન થાય તે ખાતર ત્રણ વૈદ્યોને બોલાવ્યા. પહેલા વૈદ્યે કહ્યું કે-મારું ઔષધ વિદ્યમાન વ્યાધિને હણશે અને વ્યાધિ નહિ હોય તો વ્યાધિને ઉત્પન્ન કરશે. રાજાએ કહ્યું કે–સૂતેલા સાપને જગાડવા તુલ્ય તારા ઔષધથી સર્યું. બીજા વૈદ્યે કહ્યું કે-મારું ઔષધ વ્યાધિ હશે તો દૂર કરશે અને વ્યાધિ નહિ હોય તો ગુણ પણ નહિ કરે અને દોષ પણ નહિ કરે. રાજાએ કહ્યું કે-ભસ્મમાં ઘી નાખવા સમાન તારા ઔષધથી સર્યું. ત્રીજા વૈદ્યે કહ્યું કે-મારું ઔષધ વિદ્યમાન દોષને શમાવશે અને દોષ નહિ હોય તો રસાયનરૂપ બનશે અને કાંતિ, તેજ, બળ અને રૂપ ઇત્યાદિને વધારશે. રાજાએ તેનું સન્માન કર્યું અને તેના ઔષધ વડે પોતાના પુત્રને કાયમ માટે નીરોગી તથા તુષ્ટિ-પુષ્ટિવાળો બનાવ્યો.
વક્ર અને જડ એવા વીર ભગવંતના સાધુઓ માટે પ્રતિક્રમણધર્મ એ ત્રીજા વૈદ્યના ઔષધતુલ્ય છે. તે દોષ હોય તો દૂર કરે છે, ન હોય તો કાંતિ, તુષ્ટિ અને પુષ્ટિની જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ જીવના ગુણોની વૃદ્ધિ કરે છે. દોષ અટકાવવા માટે પ્રતિક્રમણ સિવાય બીજો ઉપાય નથી.
લોકમાં કહેવાય છે કે-મનુષ્યમાત્ર ભૂલને પાત્ર (ટુ એર ઇઝ હ્યુમન) છે. એ જ વાત શાસ્ત્રકારો બીજા શબ્દોમાં કહે છે કે-છદ્મસ્થમાત્ર ભૂલને પાત્ર છે. છદ્મ એટલે આવરણ. કર્મના આવરણ નીચે રહેલા આત્માથી ભૂલ ન થાય એ આશ્ચર્ય છે, ભૂલ થાય તેમાં આશ્ચર્ય નથી. ચાર જ્ઞાનના ધારંક, અનંતલબ્ધિનિધાન, અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીના રચિયતા ભગવાન મહાવીરના આદ્ય શિષ્ય ગુરુ ગૌતમસ્વામીને પણ આનંદ શ્રાવકના પ્રશ્નનો ઉત્તર આપવામાં સ્ખલના થઈ હતી, એમ શાસ્ત્ર સાક્ષી પૂરે છે. ભૂલ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org