________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૪૨૭
આ વૃત્તિનો રચનાકાળ સોળમી શતાબ્દી છે. આની હસ્તપ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુનિશ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં છે. ઉવસગ્ગહર ટીકા. કર્તા : સિદ્ધિચંદ્રગણિ (મુદ્રિત) આનો રચનાકાળ સત્તરમી શતાબ્દી છે. ઉવસગ્ગહર વૃત્તિ, કર્તા : હર્ષકીર્તિસૂરિ (મુદ્રિત) આનો રચનાકાળ પણ સત્તરમી શતાબ્દી છે. ઉવસગ્ગહર વૃત્તિ. કર્તા : સમયસુંદર વાચક (મુદ્રિત) આનો રચનાકાળ વિ. સં. ૧૬૯૫ છે.
ઉપર્યુક્ત આઠ વૃત્તિ ઉપરાંત બૃહદ્રવૃત્તિ કે જે અજ્ઞાતકર્તક તથા વિક્રમની બારમી સદીથી ય પહેલાંની છે તે આજે ઉપલબ્ધ નથી. પૂર્ણચંદ્રસૂરિએ પોતાની વૃત્તિમાં તેનો ઉલ્લેખ કર્યો છે.
તદુપરાંત એક અજ્ઞાતકર્તક લઘુવૃત્તિ, અજ્ઞાતકર્તૃક ટીકા તથા અજ્ઞાતકર્તૃક વૃત્તિની જૈન ગ્રંથાવલી, જિનરત્નકોષ વગેરેમાં નોંધ છે પરંતુ તે ગ્રંથો જોવા મળેલ નથી.
આ ઉપરાંત જૂના ગ્રંથાગારોમાં આ સિવાયની જે વૃત્તિઓ હોય તે જુદી. હાલ તો ઉવસગ્ગહરનું પ્રસ્તુત વર્ણન લખવામાં જે ઉપર દર્શાવેલ આઠ ગ્રંથો આંખ સામે રખાયા છે તેની પોતપોતાની શી વિશેષતા છે તે તપાસીએ. ૧. પૂર્ણચન્દ્રસૂરિકૃત લઘુવૃત્તિ
આ લઘુવૃત્તિ વિ. સં. ૧૯૭૭માં શારદાવિજય જૈન ગ્રંથમાલા ભાવનગરના પ્રથમ પુષ્પ તરીકે મુદ્રિત થયેલ છે. તેમાં આ વૃત્તિના કર્તાનું નામ પૂર્ણચન્દ્રસૂરિ દર્શાવાયું છે. વૃત્તિકારે ક્યાંય પોતાનું નામ જણાવેલ નથી.
આ વૃત્તિ તેમાં દર્શાવેલ યંત્રો, મંત્રો તથા આમ્નાયોની દૃષ્ટિએ વિશેષતા ધરાવે છે. બ્રહવૃત્તિ પછીની પ્રાપ્ત રચનાઓમાં આનું સ્થાન પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org