________________
४७
ક્રિયા ઉભયના સ્વીકાર વડે થાય છે. સમ્યજ્ઞાનથી મિથ્યા ભ્રમ ટળે છે અને સમ્યફ ક્રિયાથી પૌદ્ગલિક કર્મના બંધ શિથિલ થાય છે. પાપક્રિયાથી જેમ કર્મનો બંધ થાય છે, તેમ સંવર અને નિર્જરાસાધક ક્રિયાથી કર્મોનો બંધ અટકે છે અને જૂનાં કર્મો નષ્ટ થાય છે તથા અંતિમ કર્મક્ષય પણ યોગનિરોધરૂપ ક્રિયાથી થાય છે.
જ્ઞાનયાભ્યાં નોક્ષ એ સૂત્રનું આ તાત્પર્ય છે. જ્ઞાનાભ્યાસ વડે જીવ અને કર્મનો યથાસ્થિત સંબંધ સમજાય છે અને તપ અને સંયમરૂપ ક્રિયાભ્યાસ વડે પૂર્વકર્મ ખપે છે. અને આવતાં નવીન કર્મ રોકાય છે. કર્મને પૌગલિક માનવા છતાં જેઓ તેનો સંબંધ સર્પકંચુકવત (સર્પની ઉપરની કાંચળીની જેવો) કે ચંદ્રાભ્રવત (ચંદ્રના ઉપર વાદળાની જેવો માને છે) અથવા કર્મ એ પરદ્રવ્ય છે, તેથી જીવને કાંઈ કરી શકે જ નહિ એવો એકાંતવાદ અંગીકાર કરે છે, તેઓ જૈનમતનો એક અંશ માનવા છતાં અન્ય અંશનો અપલાપ કરે છે, તેથી જૈન નહિ પણ જૈનાભાસ બની જાય છે. કર્મોનો ક્ષય કરવા માટે જે જાતિનો ઉદ્યમ થવો જોઈએ, તે જાતિનો ઉદ્યમ તેઓથી થઈ શકતો નથી. વસ્તુતઃ કર્મ જીવને કેવળ અડીને રહેલાં નથી, પરંતુ પરસ્પર અનુવેધને પામેલાં છે. તેથી કર્મપુદ્ગલની અસર તળે આવેલો જીવ કથંચિત જડસ્વરૂપ બનેલો છે. એની એ જડતા કેવળ અજ્ઞાનસ્વરૂપ છે, એમ નથી પણ પ્રમાદસ્વરૂપ પણ છે. પ્રમાદ અને અજ્ઞાન એ બન્નેય દોષો જીવ ઉપર એવી રીતે ચડી બેઠેલા છે કે જાણે આત્મા તસ્વરૂપ બની ગયો છે. તેમાં અજ્ઞાનદોષ કરતાં પણ પ્રમાદદોષનું જોર વધારે છે તેથી જ અજ્ઞાનથી મુક્ત થયેલા એવા જ્ઞાની પુરુષો પણ પ્રમાદને આધીન થઈ ક્ષણવારમાં નિગોદમાં ચાલ્યા જાય છે. ગુણસ્થાનકના ક્રમ મુજબ અજ્ઞાનદોષ ચોથા ગુણસ્થાનકે ચાલ્યો જાય છે, જ્યારે પ્રમાદદોષની સત્તા છઠ્ઠા ગુણસ્થાનક પર્યન્ત રહેલી છે. જ્યાં સુધી એ પ્રમાદદોષ રહેલો છે, ત્યાં સુધી વિરતિધર મુનિઓ પણ એ પ્રમાદદોષ દૂર કરનાર ક્રિયાઓનો આશ્રય ન લે અને માત્ર જ્ઞાનથી કે માત્ર ધ્યાનથી મુક્તિ મળી જશે એમ માની લે, તો તેઓ પણ સંસારમાં રૂલી જાય, એમ જૈન શાસ્ત્રો ફરમાવે છે.
ગુણસ્થાનકક્રમારોહમાં છઠ્ઠા ગુણસ્થાનકની દશાનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org