________________
૪૦૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
૧૫. ઉવસગ્ગહર’ સ્તોત્રનું સ્મરણમાં સ્થાન
પ્રતિદિન સ્મરણ કરવા યોગ્ય સ્તોત્રો કે જેને “નવસ્મરણ' કહેવામાં આવે છે, તેમાં આ સ્તોત્રનું સ્થાન પંચમંગલમહાશ્રુતસ્કંધ સૂત્ર એટલે શ્રી નમસ્કાર મહામંત્ર પછી તરત જ છે, જે આનું ઉત્કૃષ્ટ સ્થાન દર્શાવે છે. જો કે ખરતરગચ્છમાં પ્રચલિત સપ્ત સ્મરણમાં આનું સ્થાન સર્વથી અંતિમસાતમું છે. આવી પ્રણાલિકા કેમ થઈ તે વિચારણીય છે. પ્રાથમિકતા
નવસ્મરણોમાં શ્રી નમસ્કાર સૂત્ર તો અનાદિ છે. તે સિવાયનાં સર્વ સ્તોત્રોમાં રચનાકાલની દૃષ્ટિએ પણ ઉવસગ્ગહરે પ્રથમ છે.
રચયિતાની દૃષ્ટિએ પણ ઉવસગ્ગહરના રચયિતા મહાજ્ઞાની, ચૌદ પૂર્વધર અને સર્વ સ્તોત્રોના રચયિતામાં પ્રથમ સ્થાને બિરાજમાન શ્રી ભદ્રબાહુસ્વામી છે.
- શ્રમણ ભગવંત મહાવીરની પટ્ટપરંપરામાં સ્તોત્રકાર આચાર્યો જે કોઈ થયા તેમાં પણ સર્વ પ્રથમ ભદ્રબાહુસ્વામી જ હતા. તેમની પૂર્વે થયેલા પણ આચાર્ય ભગવંતે સ્તોત્રની રચના કર્યાનું જાણવામાં નથી. ૧૭. “ઉવસગ્ગહર સ્તોત્રની જુદી જુદી ગાથાઓના જુદા જુદા પ્રભાવ*
આ સ્તોત્રની ૫ ગાથાઓ પૈકી પ્રથમ ગાથાનો પાઠ ઉપસર્ગઉપદ્રવ અને વિષધરના વિષનો નાશ કરનાર છે.
પ્રથમ તથા બીજી ગાથાનો સંયુક્ત રીતે કરાયેલો પાઠ યા સ્મરણ ગ્રહ-રોગ-મારિ, વિષમ જવર, દુખ, દુર્જન તથા સ્થાવર જંગમ વિષનો નાશ કરનાર છે. પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ગાથાના પાઠ યા સ્મરણથી વિષમ રોગ, દુઃખ તથા દારિત્ર્યનો નાશ થાય છે.
પ્રથમ, દ્વિતીય, તૃતીય તથા ચતુર્થ ગાથાના પાઠથી સર્વ વાંછિત પ્રાપ્તિ થાય છે.
આ ચાર ગાથામાં શ્રી પાર્શ્વચિંતામણિ મંત્ર સ્થાપન કરાયેલો છે
* જુઓ કિ. પા. વૃત્તિ પૃ. ૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org