SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૯૧ ભગવંતો જેમ જાતિસંપન્ન, કુલસંપન્ન, બલસંપન્ન, રૂપસંપન્ન હતા તેમ ગુણપ્રધાન, ચારિત્રપ્રધાન, વિદ્યાપ્રધાન તથા મંત્રપ્રધાન પણ હતા કે જેઓ નિગ્રંથ પ્રવચનને સન્મુખ રાખીને વિચારતા હતા એવો ઔપપાતિકસુત્તના ૧૬મા સુત્તનો ઉલ્લેખ આપણને ભગવાન મહાવીર પરમાત્માના યુગમાં મંત્રોનું પ્રચલન હતું, એમ માનવા પ્રેરે છે. આથી પણ આગળ જઈએ તો શ્રી ઋષભદેવસ્વામીના પૌત્રો નમિ તથા વિનમિતે ધરણેન્દ્ર “રોહિણી “પ્રજ્ઞપ્તિ' આદિ વિદ્યાઓ આપ્યાના ઉલ્લેખો જૈન શાસ્ત્રોમાં સાંપડે છે. વચલા કાળમાં લંકાધિપતિ દશાનન દ્વારા ૧૦૦૦ વિદ્યાઓની સાધનાના ઉલ્લેખો રામાયણમાં દૃષ્ટિગોચર થાય છે. એટલે વિદ્યાઓ અને મંત્રોનો ઉપયોગ આ અવસર્પિણીમાં આજથી અસંખ્યાત વર્ષો પૂર્વે પણ હતો તે નિર્ણત થાય છે. ૪. મંત્રની ફળદાયકતાનું અનન્ય કારણ મંત્ર કોને સિદ્ધ થાય અને કેવી રીતે સિદ્ધ થાય ? તે માટેનાં જુદાં જુદાં વિધાનો જૈન જૈનેતર ગ્રંથોમાં સ્થળે સ્થળે દેખાય છે. પણ તે બધામાં બે વાત તો સર્વ સંમત છે કે જે મંત્ર સિદ્ધ કરવો હોય તેના જે અધિનાયક દેવ યા દેવી હોય તેના પ્રત્યેની શ્રદ્ધા અનન્ય કોટિની હોવી જોઈએ તેમજ ગુરુ દ્વારા પ્રદત્ત આમ્નાય પ્રાપ્ત થયેલ હોવો જોઈએ. જો આ વસ્તુઓ ન હોય १. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी बहवे थेरा भगवंतो जातिसंपण्णा कुलसंपण्णा बलसंपण्णा रूवसंपण्णा बिणयसंपण्णा णाणसंपण्णा दसणसंपण्णा चरित्तसंपण्णा लज्जासंपण्णा लाघवसंपण्णा ओअंसी तेअंसी वच्चंसी जसंसी जिअकोहा जिअमाणा जिअमाया जिअलोभा जिइंदिया जिअणिद्दा जिअपरीसहा जीविआसमरणभयविप्पमुक्का वयप्पहाणा गुणप्पहाणा करणप्पहाणा चरणप्पहाणा हप्पहाणा निच्छयप्पहाणा अज्जवप्पहाणा महवप्पहाणा लाघवप्पहाणा खंतिप्पहाणा मुत्तिप्पहाणा विज्जाप्पहाणा मंतप्पहाणा वेअप्पहाणा बंभप्पहाणा नयप्पहाणा नियमप्पहाणा सच्चप्पहाणा सोअप्पहाणा चारुवण्णा लज्जातवस्सी जिइंदिआ सोहीअ णियाणा अप्पुस्सुआ अप्पहिल्लेसा अप्पडिलेस्सा सुसामण्णरया दंता इणमेव णिग्गंथं पावयणं पुरओ काउं विहरति । ટविद्याः प्रज्ञप्त्यादिकाः, मन्त्रा:-हरिणेगमेष्यादि मन्त्राः वेदाः आगमाः ऋग्वेदादयो -ઔ. સૂ. સૂ.. ૧૬ અ., દે સૂ. કૃત વૃ. સહિતમ્ પત્ર ૩૨ વા | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy