________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૬૫
ગાથા ૨ જી
આ ગાથાનો પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર તથા પદ્માવતીના પક્ષમાં થતો અર્થ ભગવંત શ્રી પાર્શ્વનાથના પક્ષમાં દર્શાવેલ અર્થથી વિભિન્ન નથી તેથી તે અહીં ટાંકેલ નથી.' ગાથા ૩ જી
આ ગાથાનો અર્થ નીચે મુજબ કરવામાં આવે છે :
(પ્રસ્તુત) મંત્ર તો દૂર રહો, તમારું એટલે કે પાર્થયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્રનું પ્રણામ એટલે કે “પ્રસાદાભિમુખપણું' પણ બહુફલદાયક થાય છે.
અહીં પ્રણામનો અર્થ પ્રસાદ અભિમુખપણું કરવામાં આવેલ છે. તવ પદમાં વપરાયેલી ષષ્ઠી કર્તામાં ષષ્ઠી છે એટલે તેનો અર્થ તમે કરેલો પ્રસાદ એ પ્રમાણે થાય છે. એટલે કે તમારા પ્રસાદાભિમુખપણામાત્રથી જ જે મનુષ્યો તિર્યંચ જેવા છે તે નૃપશુઓ એટલે કે પશુપ્રાય બાલ-ગોપાલ-ખેડૂત વગેરે પણ દુઃખ કે દારિયને પામતા નથી. એટલે કે ઉપર જણાવેલા નૃપશુઓ ઘણું કરીને દુઃખિત જ હોય છે. પરંતુ માત્ર તમારા પ્રસાદથી તેઓ પણ નિરંતર સુખી બને છે. ગાથા ૪ થી તુદ
આ પદનો અર્થ તમારું એ પ્રમાણે થાય છે. એટલે કે પાર્શ્વયક્ષનું, પદ્માવતીનું તથા ધરણેન્દ્રનું.
१. पार्श्वयक्ष-पद्मावती-धरणेन्द्रस्तवपक्षेऽपि तुल्यैव व्याख्या प्रस्तुतमन्त्रस्य तत्त्रयेण
अधिष्ठितत्वात् । २. तव-पार्श्वयक्षस्य, पद्मावत्या धरणेन्द्रस्य प्रणामोऽपि बहुफलो भवति । प्रमणनं प्रणाम:
प्रह्वत्वं प्रह्वीभावः प्रसादाभिमुख्यमिति यावत् । अत्र तवेति कर्तरि षष्ठी । तथा तव प्रह्वीभावमात्रादेव नरास्तिर्यञ्च इव । नरतिर्यञ्चः पशुप्राया बालगोपालकृषीवला-दयस्तेष्वपि मध्ये जीवाः प्राप्नुवन्ति न दुःखदौर्गत्यम् । ते हि प्रायो दुःखिता एवोपलभ्यन्ते । केवलं त्वत्प्रसादात् तेऽपि सततं सुखिता एव स्युः इति गाथार्थः ।
- અ. કે. લ. પૃ. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org