________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૫૭
કરી કે આ સ્તોત્રના પ્રભાવથી મારે આ સ્તોત્રનું સ્મરણ કરનાર પાસે વારંવાર આવવું પડે છે માટે આપ છઠ્ઠી ગાથા સંહરી લો. હવેથી માત્ર પાંચ ગાથાઓનું સ્મરણ કરવાથી પણ હું સાન્નિધ્ય કરતો રહીશ. તેથી છઠ્ઠી ગાથા આચાર્ય ભદ્રબાહુસ્વામીએ સંતરી લીધી અને ત્યારથી ઉવસગ્ગહર સ્તોત્ર પાંચ ગાથા પ્રમાણ રહ્યું એવી કિંવદંતી છે.
(૨૦) પ્રશ્ન : સંશુમો પદનો અર્થ સારી રીતે ખવાયેલા છે તો સારી રીતે એટલે
શું ?
ઉત્તર : સારી રીતે એટલે સ્નેહપૂર્વક એમ સમજવું. ભગવતી સૂત્રના ૧૪મા
શતકના ૭મા ઉદ્દેશામાં ભગવાન શ્રી વર્ધમાનસ્વામીએ શ્રી ગૌતમ ગણધરને આપેલા પ્રત્યુત્તરમાં કહ્યું છે કે રિરસંશુમોહિ રે ગોયમાં આ પદની ભગવતી સૂત્રની અભયદેવસૂરિકૃત ટીકામાં સંતુતિનો અર્થ સ્નેહથી પ્રશંસા કરાયેલા એ પ્રમાણે કરાયો છે તેથી અહીં ઉવસગહરમાં પણ સંથોનો અર્થ સ્નેહપૂર્વક સ્તરાયેલા આંતરપ્રીતિપૂર્વક સ્તરાયેલા-એ પ્રમાણે છે.
(૨૧) પ્રશ્ન : ભગવંતની સ્તવના તથા ભગવંત પ્રત્યેની ભક્તિ આ બેમાં પ્રાધાન્ય
કોનું ? ઉત્તર : પ્રાધાન્ય ભક્તિનું છે, માત્ર સ્તવનાનું નથી. ન્યાયવિશારદ
ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ શંખેશ્વર પાર્શ્વજિન સ્તોત્રમાં જણાવ્યું છે કે-શમ, દમ, દાન, અધ્યયનની નિષ્ઠા આ બધું જો તમારી ભક્તિથી રહિત હોય તો વૃથા જ છે.
१. चिरम् बहुकालम् अतीतं यावत् संस्तुत: स्नेहात् प्रशंसितश्चिरसंस्तुतः ।
-ભગવતીસૂત્ર ભાગ ૨. જો પત્ર ૬૪ એ. २. शमो दमो दानमधीतिनिष्ठा वृथैव सर्वं तव भक्तिहीनम् ॥१५॥
- જૈ, સ્તો. સં. ભા. ૧, પૃ. ૩૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org