________________
૩૨૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
(૪) તાત્પર્યાર્થ આ સૂત્રમાં સર્વ પ્રકારના સાધુઓને વંદન કરવામાં આવ્યું છે, એટલે તે સવ-સાસુ-વંદણ-સુત્ત કહેવાય છે. આદિનાં પદો પરથી એનું પ્રચલિત નામ “જાવંત કે વિ સાહૂ' સૂત્ર છે.
(૫) અર્થ-સંકલના ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં રહેલા જે કોઈ સાધુ મન, વચન અને કાયાથી સપાપ પ્રવૃત્તિ કરતા નથી, કરાવતા નથી, તેમ જ કરનારને અનુમોદન આપતા નથી, તેમને હું વાંદું છું.
(૬) સૂત્ર-પરિચય જિનેશ્વર અને જિન-પ્રતિમાઓની જેમ સાધુઓ પણ આત્મ-પ્રબોધ થવામાં અતિ ઉપકારક છે. તેમના પ્રત્યેનું સન્માન, તેમના પ્રત્યેની પૂજ્યબુદ્ધિ અને તેમના પ્રત્યેની અંતરંગ ભક્તિ મનુષ્યમાં રહેલા કુસંસ્કારોને દૂર કરવામાં અને ચારિત્રની ખિલવણી કરવામાં પ્રબલ નિમિત્ત છે. તેથી તેમને વિંદન કરવામાં આવ્યું છે. આ સૂત્ર નમસ્કારમંત્રના પાંચમા પદના ગાથાત્મક વિવરણરૂપ છે.
સવ, સદ્ગુરુ અને સદ્ધર્મ-એ ત્રણેની ઉપાસના મોક્ષમાર્ગમાં એકસરખી જરૂરી છે. આ સૂત્રમાં સર્વ વર્ણ ૩૮ અને તેમાં ગુરુ ૧ તથા લઘુ ૩૭ છે.
(૭) પ્રકીર્ણક આ સૂત્રનું આધાર-સ્થાન શ્રાવકપ્રતિક્રમણ સૂત્રની ૪પમી ગાથા હોય તેમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org