________________
નમો ભુ ખં-સૂત્ર ૦૩૧૭
૭. સ્વરૂપ-સંપદા अप्पडिहय-वरनाण-दसण-धराणं २५, वियट्ट-छउमाणं २६ ॥७॥
૮. નિજ-સમ-ફલદ-સંપદા जिणाणं जावयाणं २७, तिन्नाणं तारयाणं २८, बुद्धाणं बोहयाणं २९, मुत्तामं मोअगाणं ३० ॥८॥
૯. મોક્ષ સંપદા सव्वन्नूणं सव्वदरिसीणं ३१, सिवं अयलं अरुअं अणंतं अक्खयं अव्वाबाहं अपुणरावित्ति सिद्धिगइ-नामधेयं ठाणं संपत्ताणं ३२ नमो जिणाणं जिअ-भयाणं ३३ ॥९॥
૧. સ્તુતિ કરવાને યોગ્ય તે સ્તોતવ્ય. તેને જણાવનારો અર્થાધિકાર તે સ્તોતવ્ય-સંપદા. સ્તોતવ્યને જાણ્યા વિના સ્તતિ કરવાની પ્રવૃત્તિ થઈ શકતી નથી, માટે પ્રથમ પ્રસ્તાવ તેનો કરવામાં આવ્યો છે. નમોહ્યું રિહંતા માનવંતા-એ પદો વડે શ્રીઅરિહંત ભગવંતોનું સ્તોતવ્યપણું પ્રગટ થાય છે. સ્તુતિ કરવા યોગ્ય સર્વ પાત્રોમાં અરિહંતો મુખ્ય છે કે જેઓ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ચાર પ્રકારના હોય છે. તે માટે પ્રવચનસારકારના ૪૨મા દ્વારમાં કહ્યું છે કે :
जिणनामा नाम-जिणा, केवलिणो सिवगया य भावजिणा । ठवण-जिणा पडिमाउ, दव्व-जिणा भाविजिण-जीवा ॥
(ગા. ૪૫૩) ઋષભ, અજિત આદિ જિનનાં નામો તે નામ-જિનો. કેવલી અને શિવગતિને પ્રાપ્ત થયેલા તે ભાવ-જિનો. સુવર્ણ, રત્ન કે પાષાણ આદિની પ્રતિમાઓ તે સ્થાપના-જિનો અને ભવિષ્યમાં જિન-તીર્થકર થનારા શ્રેણિક પ્રમુખના જીવો તે દ્રવ્ય-જિનો.
* આલાપકોનો આ ક્રમ લલિતવિસ્તરા મુજબનો છે, તેમાં જણાવ્યા પ્રમાણે કેટલાક વિટ્ટ છ૩HIMના પદને સ્વતંત્ર આલાપક ન ગણતાં તેનો સમાવેશ ૨પમાં આલાપકમાં જ કરે છે, એટલે આલાપકોની સંખ્યા ૩૨ની માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org