SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ દ્રવ્ય અરિહંતો કે જે કોઈ પણ ગતિમાં હોય તેમને ભાવ અરિહંતોની જેમ વંદન કરવાનું કારણ એ છે કે-સર્વ નામજિનને, સ્થાપનાજિનને અને (થનારા કે થઈ ગયેલા) સર્વ દ્રવ્યજિનને તેઓની ભાવજિન અવસ્થાને હૃદયમાં ધારીને નમસ્કાર કરવા યોગ્ય જ છે. -(ધર્મસંગ્રહ ભાગ ૧. પૃ. ૪૨૬) (૪) તાત્પર્યાર્થ સત્યયો-શક્ર-સ્તવ, શક્રે કરેલું સ્તવન. ઈંદ્રે કરેલ સ્તવન. શક્ર શબ્દનો સામાન્ય અર્થ ઇંદ્ર થાય છે, પરંતુ અહીં તે સૌધર્મદેવલોકના અધિપતિ ઇંદ્રને માટે વપરાયેલો છે. જ્યારે પ્રભુ શ્રી મહાવીર પ્રાણત નામના દસમા દેવલોકમાંથી ચ્યવીને માહણકુંડગામ નગરના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષિમાં અવતર્યા ત્યારે અવધિજ્ઞાન વડે તે પ્રસંગને જાણીને અત્યંત રાજી થયેલા શક્રે ખૂબ ભક્તિભાવથી જે સ્તોત્ર વડે તેમની સ્તુતિ કરી હતી, તે શક્રસ્તવના નામે ઓળખાય છે. શ્રી કલ્પસૂત્રમાં તે સંબંધી જણાવ્યું છે કે : ते णं काले णं ते णं समए णं सक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे सयक्कऊ सहसक्खे मघवे पागसासणे दाहिणड्डूलोगाहिवई एरावणवाहणे सुरिंदे - दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरड़ । इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणे २ विहरइ । तथ णं समणं भगवं महावीरं जंबुद्दीवे दीवे भारहे वासे दाहिणड्डूभरहे माहणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदामाहणीए, जालंधरसगुत्ताए कुच्छिसि गब्भत्ताए वक्कंत्तं पासइ । पासित्ता - सिरसावत्तं मत्थए अंजलि कट्टु एवं वयासी- नमो त्थु णं તે કાલ અને તે સમયને વિશે શક્ર એટલે દેવેંદ્ર, દેવરાજા, વજ્રપાણિ, પુરંદર, શતક્રતુ, સહસ્રાક્ષ, મઘવા, પાકશાસન, દક્ષિણાર્ધલોકાધિપતિ, ઐરાવણ-વાહન અને સુરેંદ્ર એવાં અન્ય નામોથી ઓળખાતો ઇંદ્ર દેવલોકના દિવ્ય ભોગો ભોગવતો વિચરે છે. વિપુલ અવધિજ્ઞાન વડે તે જંબુદ્વીપનું અવલોકન કરી રહ્યો છે, તે વખતે તેને જણાય છે કે શ્રમણભગવાન શ્રી મહાવીર જંબુદ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણાર્ધમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy