________________
ર૯૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સંપદાઓના નિવાસસ્થાન હોય છે.
- પુરસ-વરન્થસ્થvi-[પુરુષ-વરસ્થિતિષ્ય:]-પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી-સમાનને.
કુંજર કે કરિવરને સૂંઢરૂપી હસ્ત હોય છે, તેથી તે હસ્તી કહેવાય છે. તેના ભદ્ર, મન્દ્ર, મૃગ અને મિત્ર આદિ ભેદો પ્રસિદ્ધ છે. તેમાં જે હાથીની ગંધ માત્રથી સામાન્ય હાથીઓ દૂર ભાગી જાય, તે ગંધહસ્તી કહેવાય છે. અહીં શ્રી તીર્થંકર દેવોને ગંધહસ્તીની ઉપમા આપવાનું કારણ એ છે કે તેઓના વિહારરૂપી પવનની ગંધથી જ સ્વચક્ર, પર-ચક્ર, દુષ્કાળ, મહામારી આદિ સાત પ્રકારની ઇતિઓ દૂર ભાગી જાય છે.*
નોત્તમvi-[તોરણે:]-જેઓ લોકમાં ઉત્તમ છે, તેઓને.
લોકમાં-વિશ્વમાં જે ઉત્તમ છે, તે લોકોત્તમ. અહીં લોક-શબ્દથી ભવ્ય પ્રાણીરૂપ લોક લેવાનો છે; અન્યથા અભવ્યની અપેક્ષાએ સર્વ ભવ્યો ઉત્તમ છે, તેથી શ્રી તીર્થંકર દેવોની કંઈ ઉત્તમતા સાબિત થાય નહિ.
અરિહંતો ભવ્ય આત્માઓના સમૂહરૂપ લોકમાં સકલ કલ્યાણના કારણભૂત વિશિષ્ટ ભવ્યત્વને ધારણ કરનારા હોવાથી ઉત્તમ છે.
નોન-નાદા-[નોવા-નાથે ]-લોક-નાથોને.
લોકના નાથ તે લોકનાથ. લોક-શબ્દથી અહીં રાગાદિ ઉપદ્રવોથી રક્ષણીય વિશિષ્ટ ભવ્ય લોક સમજવાનો છે. તેમનો યોગ અને ક્ષેમ કરવા વડે શ્રી તીર્થંકર દેવો લોકનાથ કહેવાય છે. બીજાધાન, બીજોદૂભેદ અને બીજનું પોષણ વગેરે યોગ છે અને ઉપદ્રવોથી રક્ષણ, તે ક્ષેમ છે. નાથ
* સાત પ્રકારની ઇતિઓ આ પ્રમાણે ગણાય છે :
अतिवृष्टिरनावृष्टिर्मूषकः शलभाः शुकाः । स्वचक्रं परचक्रं च, सप्तैता ईतयः स्मृताः ॥
અતિશય વૃષ્ટિ, વરસાદ ન થવો, ઉંદરોની વૃદ્ધિ, તીડોનું ફાટી નીકળવું, પોપટની બહુલતા, પોતાના જ રાજ-મંડળમાં બળવો અને શત્રુસૈન્યની ચડાઈ, એ સાત ઇતિઓ કહેવાય છે. ૧. બીજ એટલે સમ્યક્ત, તેનું આધાન એટલે સ્થાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org