SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮૦શ્રી શ્રાદ્ધધ્ધતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ દેવલોક-સંબંધમાં શ્રીભરાવતીસૂત્રના પમા શતકના ૯મા ઉદ્દેશમાં કહ્યું છે કે : कइविहा णं भंते ! देवलोगा पण्णत्ता ? गोयमा ! चउव्विहा देवलोगा पण्णत्ता । तं जहा-भवणवासी, वाणमंतरा, जोइसिया, वेमाणिया । भेएणं भवणवासी दसविहा, वाणमंतरा अट्ठविहा, जोइसिया पंचविहा, वेमाणिया વિહી ! હે ભગવન્! દેવલોક કેટલા પ્રકારના કહેલા છે ? હે ગૌતમ ! દેવલોક ચાર પ્રકારના કહેલા છે, તે આ મુજબ : ભવનવાસી, વાનગૅતર, જયોતિષી અને વૈમાનિક. તેમાં ભવનવાસીના દસ પ્રકારો છે, વાનભંતરના આઠ પ્રકારો છે, જયોતિષીના પાંચ પ્રકારો છે અને વૈમાનિકના બે પ્રકારો છે. આ દેવો પૈકી વૈમાનિક દેવોનું નિવાસ-સ્થાન જે ઊર્ધ્વલોકમાં આવેલું છે, તે સ્વર્ગ કહેવાય છે.* પતિ-[પાતાને]-પાતાલમાં, ભવનપતિના આવાસોમાં. પાતાલ શબ્દનો અર્થ વૈદિક-પરંપરા મુજબ પૃથ્વીની નીચેનું સાતમું તલ થાય છે, પણ અન્ય સાહિત્યમાં પૃથ્વી નીચેનો કોઈ પણ ભાગ દર્શાવવા માટે તે વપરાય છે. અહીં પાતાલ શબ્દ તે જ રીતે વપરાયેલો છે. એનો અર્થ પૃથ્વીની નીચે વ્યંતર અને વાનભંતરના આવાસોની પછી તથા ઘમ્મા, વંસા વગેરે સાત નરકોની ઉપર આપેલા ભવનપતિના આવાસો થાય છે, કારણ કે શાશ્વત બિંબો ત્યાં જ હોય છે. ( પાયાન શબ્દનું અપભ્રંશ ભાષામાં સપ્તમીનું એકવચન પાયલ થાય છે. મનુ નો મિાનુષે નો-મનુષ્યલોકમાં, તિર્યલોકમાં. * જુઓ-જ્ઞાત. પ-૮; ભગ. ૧-૭; પ-૪; ઔપ. ૩૮. + વિશેષ વિગત માટે જુઓ તત્ત્વાર્થસૂત્ર અ. ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy