________________
જગચિંતામણિ ચૈત્યવંદન ૦ ૨૭૯
સંપટ્ટ લિવર વીસ-વર્તમાનકાલમાં ૨૦ જિનેશ્વરો છે. આ સંખ્યા જઘન્યકાલની છે. તે નીચે મુજબ :
હાલમાં મહાવિદેહના ૮, ૯, ૨૪ અને ૨૫-એ ચાર વિજયમાં એક-એક તીર્થકર વિચરી રહ્યા છે. એટલે જંબૂદ્વીપમાં ચાર તીર્થકરો છે. ધાતકીખંડમાં તેની સંખ્યા બમણી છે, એટલે ત્યાં આઠ તીર્થકરો વિચારી રહ્યા છે અને બાકીના અર્ધપુષ્પરાવર્તમાં પણ આઠ તીર્થકરો વિચરે છે. એટલે વર્તમાનકાલે કુલ ૨૦ તીર્થકરો વિચરી રહ્યા છે, જે વિહરમાણ દિન તરીકે ઓળખાય છે. તેમનાં નામો ક્ષેત્રવાર નીચે મુજબ છે :
જંબુદ્વીપમાં ૧. શ્રી સીમંધરસ્વામી
૩. શ્રી બાહુસ્વામી ૨. શ્રી યુગંધરસ્વામી
૪. શ્રી સુબાહુસ્વામી
ધાતકીખંડમાં ૫. શ્રી સુજાતસ્વામી
૯. શ્રી સુરપ્રભસ્વામી ૬. શ્રી સ્વયંપ્રભસ્વામી
૧૦. શ્રી વિશાલસ્વામી ૭. શ્રી ઋષભાનનસ્વામી ૧૧. શ્રી વજધરસ્વામી ૮. શ્રી અનંતવીર્યસ્વામી ૧૨. શ્રી ચંદ્રાનનસ્વામી
અર્ધપુષ્કરાવર્તિમાં ૧૩. શ્રી ચંદ્રબાહુસ્વામી ૧૭. શ્રી વીરસેનસ્વામી ૧૪. શ્રી ભુજંગસ્વામી
૧૮. શ્રી મહાભદ્રસ્વામી ૧૫. શ્રી ઈશ્વરદેવસ્વામી ૧૯. શ્રી દેવયશાસ્વામી ૧૬. શ્રી નમિપ્રભસ્વામી ૨૦. શ્રી અજિતવીર્યસ્વામી
સાસ-લિંવાડું-શાશ્વત બિંબો, શાશ્વત પ્રતિમાઓ, સદા કાલ રહેનારી મૂર્તિઓ.
દરેક અવસર્પિણી તથા ઉત્સર્પિણીના કાલમાં પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ એમ ૧૫ ક્ષેત્રોમાંના કોઈ ને કોઈ ક્ષેત્રમાં ઋષભ, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાન આ ચારમાંથી કોઈ ને કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org