SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ નેમિનાથનું મંદિર, શત્રુંજયાવતાર, સમેતશિખરાવતાર, અષ્ટાપદની સ્થાપના, કપર્દિ યક્ષરાજ, મરુદેવી માતા, તિલક-પ્રાસાદ, રાજિમતીનું સ્થાન, કંચન-વિહાર, ગંગાવતાર કુંડ, અંબિકા માતા, સહસ્રમ્રવન (સહસાવન), લાખાવન, ચંદ્રગુફા વગેરે. પદુ-ગિUT ! [પ્રભુ-નેમિનન !] હે પ્રભુ નેમિજિન ! હે અરિષ્ટનેમિ ભગવાન ! ગય૩-[કયતું]-*આપ જયવંતા વર્તો. વીર !-[વીર !]-હે વીર પ્રભુ ! હે મહાવીરસ્વામી ! વિશેષેપ રતિ-ઘેરથતિ તિ વીર: – જે વિશેષતઃ કર્મોને પ્રેરે છે, દૂર કરે છે અથવા આત્માથી છૂટાં પાડે છે, તે વીર છે. તેનું નિરુક્ત પૂર્વાચાર્યો નીચે મુજબ કર્યું છે : विदारयति यत् कर्म, तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः ॥ જે કર્મનું વિદારણ કરે છે, તપથી વિરાજમાન છે અને તપોવીર્યથી યુક્ત છે, તે વીર કહેવાય છે. સંવર–મંડળ -સત્યપુર-અઢળે !]-સત્યપુરના આભૂષણરૂપ ! સાચોરના શણગારરૂપ ! (એવા હે વીર !) રાજસ્થાનના જોધપુર-વિભાગમાં ભિન્નમાલની પાસે સાચોર નામનું ગામ છે, જે પ્રાચીન કાળમાં સચ્ચઉરમ સત્યપુરના નામથી પ્રસિદ્ધ હતું. આ સમૃદ્ધ નગરમાં નાહડ નામના રાજાએ શ્રીમહાવીરસ્વામીનો ભવ્ય પ્રાસાદ બંધાવ્યો હતો. તે સંબંધી તપાગચ્છ-પટ્ટાવલિમાં નીચેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે : श्री जज्जिगसूरिणा च सप्तत्यधिकषट्शतवर्षे (६७०) सत्यपुरे नाहडनिमितप्रासादे श्रीमहावीरः प्रतिष्ठितः । * અહીં દરેક તીર્થકરોને ઉદેશી સંબોધન કરેલાં હોવાથી નીતુ ક્રિયાપદ સાથે અધ્યાહારથી મવાનું પદ સમજવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy