________________
૨૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
રિસદ !-[ઋષભ !]-શ્રી ઋષભદેવ! સાંનિ-[શત્રુન]-શત્રુંજયગિરિ ઉપર.
સૌરાષ્ટ્રમાં પાલીતાણાની નજીક આવેલો શત્રુંજય પર્વત જૈનસમાજમાં શત્રુંજય ગિરિરાજ તરીકે પ્રસિદ્ધ છે. તેના પર અનેક સાધુ-સંતો અને મુનિ-મહાત્માઓએ અનશન કરીને સિદ્ધગતિ સાધેલી છે, તેથી તે પરમપવિત્ર ગણાય છે. શ્રી જ્ઞાતાધર્મકથાંગના પાંચમા જ્ઞાતમાં થાવસ્યા-પુત્રના અધિકારમાં આ પર્વતનો ઉલ્લેખ પુંડરીક નામથી કરવામાં આવ્યો છે–
तते णं से थावच्चापुत्ते अणगार-सहस्सेणं सद्धि संपण्डेि जेणेव पुंडरीए पव्वए, तेणेव उवागच्छइ (सू. ५५) ॥
પછી તે થાવસ્યા-પુત્ર એક હજાર અનગારોથી પરિવૃત થઈને જ્યાં પુંડરીક (શત્રુંજય) પર્વત છે, ત્યાં જાય છે.
એ જ સૂત્રના ૧૬મા જ્ઞાતમાં પાંચ પાંડવોનો અધિકાર વર્ણવેલો છે. તેમાં આ તીર્થનો ઉલ્લેખ શત્રુંજય તરીકે આવે છે
जेणेव सत्तुङ्गे पव्वए, तेणेव उवागच्छित्ता सेत्तुज्जं पव्वयं दुरूहति ।
જ્યાં શત્રુંજય નામનો પર્વત છે, ત્યાં જાય છે અને જઈને તે શત્રુંજય પર્વત પર ચડે છે.
આ જ રીતે શ્રીઅત્તકૃદશાંગસૂત્રના ૩જા વર્ગના ૩જા અધ્યયનમાં પણ તેનો ઉલ્લેખ આવે છે :
सत्तुङ्गे पव्वते मासियाए संलेहणाए जाव सिद्धे । શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના કરીને સિદ્ધિ પામ્યા.
શ્રીજિનપ્રભસૂરિએ વિવિધતીર્થકલ્પમાં આ તીર્થ-સંબંધી ખાસ કલ્પ રચેલો છે, જેમાં શત્રુંજયનાં ૨૧ નામો નીચે મુજબ જણાવેલાં છે :
सिद्धिक्षेत्रं तीर्थराजो, मरुदेवो भगीरथः । विमलाद्रिर्बाहुबली, सहस्रकमलस्तथा ॥ तालध्वजः कदम्बश्च, शतपत्रो नगाधिराट् । अष्टोत्तरशतकूटः, सहस्रपत्र इत्यपि ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org