________________
૨૩૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
અભ્યાસ થાય છે. * શિક્ષા સાધુધર્માભ્યાસ: એટલે સામાયિક એ બે ઘડીનું૪૮ મિનિટનું સાધુ-જીવન છે. તે સમય દરમિયાન સાધકે સમસ્ત વર્તન સાધુની માફક રાખવું જોઈએ. સાધુ –શબ્દથી અહીં ભાવસાધુ સમજવાના છે કે જેઓ નિર્વાણ-સાધક યોગો વડે મોક્ષનું સાધન કરે છે અને સર્વ પ્રાણીઓ
ઉપર સમભાવ ધારણ કરે છે. સામાયિકમાં નિર્વાણ-સાધક મુખ્ય યોગ ચારિત્ર છે, જે સંવરના સિદ્ધાંતોને અનુસરવાથી સિદ્ધ થાય છે. મતલબ કે સંવરની કરણી એ સામાયિકનો સાર છે.
સંવર એટલે આમ્રવનો નિરોધ. માત્રવનાથ સંવર: (તા. અ. ૯૧) તે આત્માનો શુદ્ધ પરિણામ છે, તેથી નિશ્ચયનયની દૃષ્ટિએ તેના ભેદો નથી, તો પણ વ્યવહારની અપેક્ષાએ તેના ભેદો પડી શકે છે. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં તેના બે પ્રકારો નીચે મુજબ વર્ણવ્યા છે :
જ પુનમદ્યતે થા, દ્રવ્ય-ભાવ-વિમેવતા છે यः कर्मपुद्गलादान-च्छेदः स द्रव्यसंवरः । મહેતુયાયી, પુનવસંવર: છે (પ્ર. ૪. શ્લો. ૭૯-૮૦)
તેના દ્રવ્ય-સંવર અને ભાવ-સંવર એમ બે ભેદો છે. તેમાં કર્મયુગલના ગ્રહણનો છેદ (રોધ), તે દ્રવ્ય-સંવર છે અને સંસાર-વૃદ્ધિમાં કારણભૂત ક્રિયાઓનો ત્યાગ એ ભાવ-સંવર છે.
શ્રીસ્થાનાંગસુત્રના પાંચમા સ્થાનના બીજા ઉદેશમાં ભાવસંવરના પાંચ દ્વારો (ભેદો) નીચે મુજબ વર્ણવેલા છે :
पंच संवरदारा पण्णत्ता; तं जहा-१. सम्मत्तं, २. विरइ, ३. अप्पमाए, ४. अकसाया, ५. अजोगता ।
સંવર-દ્વારા પાંચ પ્રકારનાં , તે આ રીતે : ૧. સમ્યક્ત, ૨. વિરતિ, ૩. અપ્રમાદ, ૪. અકષાય ને પ. અયોગતા. તેમાં સમ્યક્ત એ મિથ્યાત્વના (ખોટી માન્યતાના-ખોટા માર્ગના ત્યાગરૂપ છે; વિરતિ એ હિંસા,
* જુઓ એ સૂત્ર પરની શ્રી મુનિચંદ્રસૂરિની વૃત્તિ. + જુઓ સૂત્ર ૧લું, અંગ ૪ નિવ્વાણ ગોરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org