________________
૨૩૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
કરવી, તે અશુભ પ્રવૃત્તિ છે, અને આ દષ્ટિએ દેવ તથા ગુરુને થતું વંદન કે પુસ્તક વાંચવા માટે થતું હાથનું હલન-ચલન શુભ છે અને માખી કે મચ્છને ઉડાવવા માટે થતું કાયાનું હલન-ચલન અશુભ છે.
સામાયિકના સમય દરમિયાન કાયોત્સર્ગ અને ધર્મધ્યાનનો જેટલો આશ્રય લેવાય તેટલો ઉત્તમ છે, કારણ કે તેનાથી જ્યાં ત્યાં ભટકતું મન ખીલે બંધાય છે અને ભાવનાઓ વડે શુદ્ધિ પામીને રાગ, દ્વેષ તથા મોહથી વિરક્ત થાય છે, અને પરિણામે સમભાવ, શમ-૨સ યા પ્રશમ-રસનો અપૂર્વ આનંદ માણી શકાય છે.
तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामिઅત્યાર સુધી કરેલી તે અશુભ પ્રવૃત્તિમાંથી હૈ *ભગવંત ! હવે હું નિવૃત્ત થાઉં છું, તેને ખોટી ગણું છું, તેનો આપની સાક્ષીએ એકરાર કરું છું, અને તે અશુભ પ્રવૃત્તિ કરનાર કષાયાત્માનો ત્યાગ કરું છું.
ડિમામિ શબ્દથી ભૂતકાળમાં કરેલા પાપવ્યાપારોનો ત્યાગ
થાય છે.
કહ્યું છે કે :
अइयं निन्दामि - पडुप्पनं संवरेमि अणागयं पच्चक्खामि इति अर्थात् ભૂતકાલીન(પાપ વ્યાપારો)ને નિંદું છું. વર્તમાન કાળના (પાપ વ્યાપારોને) રોકું છું. અને ભવિષ્યકાળના તજું છું.
—ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૨૪૪ આત્મ-વિકાસ માટે શરૂ કરેલું કોઈ પણ અનુષ્ઠાન ત્યારે જ પૂરેપૂરું ફલ આપે છે કે જ્યારે તે ભાવ-શુદ્ધિ-પૂર્વક થયેલું હોય. આ ભાવ-શુદ્ધિ કરવા માટે જૈન શાસ્ત્રકારોએ ચતુષ્પદીની સુંદર યોજના કરેલી છે. તેમાં પ્રથમ પદ પાછા ફરો અથવા પ્રતિક્રમણ કરોનું છે. જો કોઈ પ્રવૃત્તિ ખરેખર ખોટી જ લાગતી હોય તો તે માર્ગે આગળ વધતાં અટકવું જ જોઈએ. અર્થાત્
* ભંતે શબ્દનો પ્રયોગ અહીં બીજી વખત થાય છે. તેનું સમાધાન એ કે ગુરુ પ્રત્યે પોતાની ભક્તિનો અતિશય બતાવવા, અથવા તો પ્રત્યર્પણ એટલે સામાયિક રૂપ કાર્યને મેં આપની કૃપાથી કર્યું તેનો યશ આપને ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org