________________
૨૨૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
અશુભ પ્રવૃત્તિનો ત્યાગ છ કોટિથી નીચે મુજબ થાય છે :
(૧) મનથી અશુભ પ્રવૃત્તિ કરું નહિ, (૨) કરાવું નહિ. (૩) વચનથી અશુભ પ્રવૃત્તિ કરું નહિ, (૪) કરાવું નહિ. (૫) કાયાથી અશુભ પ્રવૃત્તિ કરું નહિ, (૬) કરાવું નહિ.
જે વસ્તુ કે ક્રિયાને આપણે પાપકારી, અનિષ્ટ કે અશુભ માની હોય તે બીજાની પાસે કરાવવી તે ઉચિત નથી. એથી તો અશુભ વસ્તુ કે ક્રિયા પ્રત્યેની આપણી મમતા જરાયે ઘટી નથી એમ જ સિદ્ધ થાય. આ કારણે કરવું અને કંરાવવું તે બંનેને તાત્ત્વિક દષ્ટિએ-કર્મ-બંધનની દૃષ્ટિએ સરખાં જ ગણવામાં આવ્યાં છે.
મનની શુભાશુભ પ્રવૃત્તિ શુભ અને અશુભની મતલબ અહીં કર્મના શુભાશુભ આગ્નવથી છે. મતલબ કે મનની, જે પ્રવૃત્તિથી શુભ કર્મનો આસ્રવ થાય, તે શુભ છે અને જે પ્રવૃત્તિથી અશુભ કર્મનો આસ્રવ થાય, તે અશુભ છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં તે સંબંધી સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું છે કે:
मैत्र्यादिवासितं चेतः, कर्म सूते शुभात्मकम् । कषाय-विषयाक्रान्तं, वितनोत्यशुभं पुनः ॥५॥
૧. મૈત્રી, ૨. મુદિતા, ૩. કરુણા અને ૪ ઉપેક્ષા એ ચાર ભાવનાઓ દ્વારા સુવાસિત થયેલું મન શુભકર્મને પેદા કરે છે; જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ રૂપી કષાય તથા સ્પર્શ-લાલસા, રસ-લાલસા, ગંધલાલસા, રૂપ-લાલસા અને શબ્દ-લાલસા એ પાંચ વિષયોથી પરાધીન થયેલું મન અશુભ કર્મને એકત્ર કરે છે.
સર્વે જીવો મિત્ર છે, કોઈ પણ દુશ્મન નથી, તેમ માનવું એ મૈત્રીભાવના છે. ગુણવંતોને જોઈ આનંદ પામવો, તેમના પ્રત્યે દ્વેષ ન કરવો, તે મુદિતા-ભાવના છે. દુ:ખી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી, તેનો તિરસ્કાર કરવો નહિ, તે કરુણા-ભાવના છે અને જેઓ વિપરીત-વૃત્તિવાળા હોય, એટલે જાણી-જોઈને ખોટું કરી રહ્યા હોય, તથા યોગ્ય પ્રયત્નથી ઉચિત માર્ગે વાળી શકાય નહિ તેવા હોય, તેમના પ્રત્યે ઉદાસીન ભાવ ધારણ કરવો, પણ તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org