________________
२७
લોગસ્સ સૂત્ર સ્વાધ્યાય નામના ગ્રંથમાંથી અને ઉવસગ્ગહરં સ્વાધ્યાય નામના ગ્રંથમાંથી ઘણો ખરો ભાગ સીધેસીધો અનુક્રમે અમે આમાં આમેજ કર્યો છે. તેથી વિવરણની પ્રથામાં ફરક પાડ્યો છે. પરંતુ તેમ કરવાથી ગ્રંથની ઉપયોગિતા વધશે તેમ જણાય છે.
૨૬. પહેલી આવૃત્તિ સાદ્યંત વાંચી જઈને તેમાં યોગ્ય સુધારાઓ સૂચવવા માટે પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજીનો, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયમનોહરસૂરિજીના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજીનો તથા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય પં. મહારાજ શ્રીમાન વિજયજીનો ખાસ આભાર માનીએ છીએ. તેમના સુધારાઓ મહદ્ અંશે આ આવૃત્તિમાં સ્થાન પામેલા છે. તે ઉપરાંત બીજા વિદ્વાન્ બંધુઓએ પણ આ આવૃત્તિને વિશેષ ઉપયોગી બનાવવા માટે નાનાં-મોટાં સૂચનો કર્યાંછે, તે સર્વેના પણ આભારી છીએ. સ્વ. પંન્યાસ શ્રી કાંતિવિજયજીએ ત્રણે ભાગો અક્ષરશઃ તપાસીને બુકો પાછી આપી છે, તે સઘળા સુધારા આમાં આમેજ કરાયા છે અને બીજા ભાગ તથા ત્રીજા ભાગમાં તે જ પ્રમાણે આમેજ થશે. સ્વ. પંન્યાસ કલ્યાણવિજયજીએ તેમના નિબંધ નિચયમાં કેટલીએક ભૂલો દર્શાવી છે, તેમાંથી આવશ્યક જણાયું તે લેવામાં આવ્યું છે. તેઓશ્રીના સૂચનથી કેટલેક સ્થળે અંતઃશીર્ષકો અને વિધિગત પ્રતિવચનો સૂત્રોમાં છપાયેલ હતાં તે નીચે પાદનોંધમાં દર્શાવ્યાં છે.
૨૭. આ ટીકાના પ્રકાશનથી જો પાઠકોને જૈન ધર્મનાં સુવિહિત અનુષ્ઠાનોમાં રસ ઉત્પન્ન થશે અને તેમાં સમજપૂર્વકની પ્રવૃત્તિ થવા લાગશે તો અમારો પ્રયાસ સાર્થક થયો છે, એમ માનીશું.
૨૮. આ ગ્રંથના સંપાદન અને પ્રકાશનમાં અજ્ઞાન, મોહ અને પ્રમાદાદિ દોષોથી જે કંઈ ત્રુટિઓ રહી જવા પામી હોય, તે માટે અમો ખરા અંતઃકરણથી ચતુર્વિધ સંઘની ક્ષમા માગીએ છીએ અને બહુશ્રુતોને વિનંતિ કરીએ છીએ કે તેમણે અમારા પર અનુગ્રહ કરીને આ ગ્રંથમાં રહી ગયેલી ક્ષતિઓનું સંશોધન કરવું અને તે અમને ઉદારભાવે લખી જણાવવું, જેથી આ ગ્રંથની નવી આવૃત્તિમાં યોગ્ય સુધારોવધારો થઈ શકે.
૨૯. આ ગ્રંથની જોડણી ગૂજરાત વિદ્યાપીઠ તરફથી પ્રસિદ્ધ થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org