________________
૧૯૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ કાળ, સ્વભાવ, ભવિતવ્યતા એ સઘળા તુજ દાસી રે ! મુખ્ય હેતુ તું મોક્ષનો એ મુજ સબળ વિશ્વાસો રે.
સ્તુતિ-આદિ અપેક્ષાએ નમસ્કારરૂપ છે. નૈગમ અને વ્યવહારનયથી નમસ્કાર(સ્તુતિ-આદિ)ના સ્વામિત્વવિશે વિશેષાવશ્યક આદિ ગ્રંથોમાં વિસ્તારથી વર્ણન છે. તેનો સારાંશ નમસ્કાર મહામંત્ર ગ્રંથમાં નીચે મુજબ આપેલ છે :
નૈગમ નય તથા વ્યવહાર નયના અભિપ્રાયે નમસ્કારનો સ્વામી નમસ્કાર્ય આત્મા છે, કિંતુ નમસ્કાર કરનાર જીવ તેનો સ્વામી નથી; કારણ કેદાન કરાયા પછી વસ્તુ દાતારની કહેવાતી નથી કિંતુ ગ્રાહકની કહેવાય છે. તેમ નમસ્કારનું પણ પૂજ્ય એવા નમસ્કાર્યને દાન કરવામાં આવે છે. જેથી તે પૂજયનો જ ગણાય છે અથવા નમસ્કાર એ પૂજ્યની પ્રતીતિ કરાવનાર હોવાથી પૂજ્યનો ધર્મ છે. જે જેની પ્રતીતિ કરાવે, તે તેનો ધર્મ છે. ઘટનું રૂપ ઘટની પ્રતીતિ કરાવે છે, માટે તેનો ઘટનો ધર્મ કહેવામાં આવે છે. તેની જેમ નમસ્કાર પણ નમસ્કાર્યની પ્રતીતિ કરાવનાર હોવાથી, નમસ્કાર્યનો ધર્મ છે, નહિ કે નમસ્કાર કરનારનો. અથવા નમસ્કારનો પરિણામ નમસ્કાર્યનું નિમિત્ત પામીને ઉત્પન્ન થાય છે. ઘટના નિમિત્તે ઉત્પન્ન થતું ઘટ-જ્ઞાન અને ઘટ-અભિધાન એ જેમ ઘટનું કહેવાય છે, તેમ નમસ્કાર્યના નિમિત્તે ઉત્પન્ન થનાર નમસ્કારનો પરિણામ પણ નમસ્કાર્યનો જ પર્યાય માનવો વાજબી છે. અથવા નમસ્કાર કરનાર નમસ્કાર્યનું દાસત્વ પામે છે, તેથી તે નમસ્કાર ઉપર નમસ્કાર કરનારનો અધિકાર નથી. મારા દાસે ખર ખરીદ્યો, એ વચનના અર્થમાં દાસ અને ખર ઉભય જેમ તેના સ્વામીના છે, તેમ ખરના સ્થાને નમસ્કાર અને દાસના સ્થાને તેનો કરનાર ઉભય નમસ્કાર્ય એવા પૂજય અર્બાદિકના જ છે. એ કારણે પણ નમસ્કાર, નમસ્કાર કરનારનો નથી, કિંતુ નમસ્કાર્યનો જ છે. પૂજ્ય વસ્તુ બે પ્રકારની છે - એક જીવરૂપ અને બીજી અજીવરૂપ. જીવરૂપ પૂજય વસ્તુ શ્રી જિનેશ્વરાદિ અને મુનિવરાદિ છે. અજીવરૂપ પૂજય વસ્તુ શ્રી જિનપ્રતિમાદિ અને ચિત્રપટાદિ છે.*
* પૂ. પં. શ્રી ભદ્રકરવિજયજી ગણિવર્ધકૃત નમસ્કાર મહામંત્ર પૃ. ૧૫૧-૧૫ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org