________________
લોગસ્સ-સૂત્ર ૧૮૯ સહિત દેવગણો એકીસાથે બોલવા માંડે તો પણ જ્યાં વર્ણવવા સમર્થ નથી ત્યાં ચર્મચક્ષુધારી અકેવલીઓ શું કહી શકે? તેથી હે ગૌતમ ! આ પરમાર્થ છે કે-તીર્થકરોના ગુણોના સમૂહોને માત્ર તીર્થકરો જ વર્ણવવા સમર્થ છે, બીજા નહીં, કારણ કે તીર્થકરોની જ તેવી અતિશયવાળી વાણી હોય છે, અથવા હે ગૌતમ ! અહીં ઘણું કહેવાથી શું ? સારભૂત જ અર્થ કહું છું. સકલ આઠ કર્મો તે રૂપ મલના કલંકથી મુક્ત થયેલા, દેવતાઓના ઇન્દ્રોએ જેમનાં ચરણોની પૂજા કરી છે તે જિનેશ્વર દેવોના નામનું સ્મરણ, ત્રણ કરણથી ઉપયુક્ત બની, ક્ષણે ક્ષણે શીલ અને સંયમમાં ઉદ્યમશીલ બની. વ્રત અને નિયમોને વિરાધ્યા વિના, જે આત્મા કરે છે તે શીધ્ર સિદ્ધિપદને પામે છે.
વળી જે આત્મા દુઃખથી ઉદ્વેગ પામેલ છે, ભ્રમર જેમ કમલના વનમાં તુષ્ણાવાળો હોય તેમ જે સુખની તૃષ્ણાવાળો છે, તે પણ જો જિનેશ્વરોની ભક્તિમાં અત્યંત ગરકાવ બની, સ્તવ, સ્તુતિ અને મંગલકારી જય શબ્દના વ્યાપારમાં લીન બની જિનવરેન્દ્રોના પાદારવિંદની સમક્ષ, ભૂમિ પર મસ્તકને સ્થાપન કરી, અંજલિપુટ જોડી, શંકાદિ દોષો રહિત સમ્યક્તથી હૃદયને વાસિત કરી અખંડિત વ્રત નિયમને ધારણ કરી તે ભગવંતોના એક પણ ગુણને હૃદયમાં ધારણ કરે તો તીર્થકર બનીને સિદ્ધ થાય છે.
હે ગૌતમ ! સુગૃહીત નામધેય શ્રી તીર્થકરોનો જગતમાં પ્રકટ, મહાન આશ્ચર્યભૂત ત્રણે ભુવનમાં પ્રખ્યાત આ મહાન અતિશયનો વિસ્તાર છે કે-જેમણે કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા ચરમ શરીર પ્રાપ્ત નથી કર્યું એવા જીવો પણ અરહંતોના અતિશયોને જોઈને, જેમના આઠેય કર્મો ક્ષીણપ્રાય થઈ ગયાં છે તેવા અને બહુ દુઃખદાયક ગર્ભવાસથી મુક્ત, મહાયોગી, વિવિધ દુ:ખમય ભવસાગરથી ઉદ્વિગ્ર બની ક્ષણમાં સંસારથી પાર પામી જાય છે.
અથવા બીજું વર્ણન બાજુ પર રાખીએ તો પણ હે ગૌતમ ! શ્રેષ્ઠ અક્ષરોને વહન કરતું ધર્મતીર્થકર એવું નામ તે સુગૃહીત નામધેય, ત્રણે ભુવનના એક માત્ર બંધુ. જિનવરોમાં ઈન્દ્ર સમાન, અહંતુ ભગવંત શ્રી ધર્મતીર્થકરોને જ છાજે છે બીજાને નહિ, કારણ કે અનેક જન્માંતરોથી પુષ્ટ થયેલ તથા મોહનો ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા તથા આસ્તિક્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org