________________
આવશ્યકસૂત્ર-ટીકા, શ્રી હેમચંદ્રાચાર્યકૃત યોગશાસ્ત્ર-સ્વોપજ્ઞ વિવરણ ખૂબ જ ઉપયોગી નીવડ્યાં છે; તેથી એ સર્વે આચાર્યોનો અને તેમના સાહિત્યનું સંરક્ષણ કરનાર ચતુર્વિધ સંઘનો આભાર માનીએ છીએ.
૨૦. આ કાર્યમાં નીચેના મહાનુભાવોએ અગત્યનો ફાળો આપેલો છે, તે માટે તેમનો હાર્દિક આભાર માનવામાં આવે છે :
શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દોશી, બી. એ., જેઓ સંસ્કૃત અને પ્રાકૃતના ખાસ અભ્યાસી ઉપરાંત યોગના વિષયોમાં રસ લે છે, તેમણે આ લખાણને ખૂબ પરિશ્રમથી તપાસ્યું છે, સુધાર્યું છે, ફરી સુધાર્યું છે અને તેમાં કોઈ ક્ષતિ રહી ન જાય તે માટે પુષ્કળ કાળજી રાખી છે; તેમજ તેના અંગે ખર્ચ કરવામાં જરાય સંકોચ રાખ્યો નથી. તેમણે આ પ્રકાશનમાં દાખવેલાં રસ, પરિશ્રમ અને કાળજી દરેકને માટે અનુકરણીય છે.
પ. પૂ. પંન્યાસ શ્રીભદ્રંકરવિજયજી ગણિ, જેઓ જૈન તેમજ જૈનેતર દર્શનોના ખાસ અભ્યાસી છે, યોગ અને અધ્યાત્મના વિષયમાં નિષ્ણાત છે તથા જેમણે આવશ્યક-નિયુક્તિ અને હરિભદ્રસૂરીશ્વરજીના ગ્રંથોનું ઊંડું મનન કરેલું છે, તેમણે આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રીવિજયપ્રેમસૂરીશ્વરજીની નિશ્રામાં રહીને આ લખાણને સાદ્યત તપાસી યથાશક્તિ-યથામતિ સંશોધિત કરી આપેલું છે, તેમજ પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી સમય કાઢીને આ ગ્રંથનો વિસ્તૃત ઉપોદ્દાત લખી આપવામાં ખાસ પરિશ્રમ ઉઠાવેલો છે.
આ પ્રમાણે બીજી આવૃત્તિમાં પણ કર્યું છે. અને આ ત્રીજી આવૃત્તિમાં તેમના સ્વ. તપસ્વી મુનિશ્રી કલ્યાણપ્રવિજયજી જેઓ શ્રી વર્ધમાન આયંબિલ તપની ૫૦ ઉપરની ઓળીનું આરાધન કરતા હતા, તેઓશ્રીએ ગુરુદેવની આજ્ઞા મળવાથી મારવાડના એ સખત ગરમીના દિવસોમાં પણ પરિશ્રમ લઈને અક્ષરે અક્ષર જોયો છે અને તેમાં તેઓશ્રીએ જે કાંઈ સુધારાવધારા સૂચવ્યા છે તે આમેજ કર્યા છે. એટલું જ નહિ પણ તે થયા પછી શ્રી પંન્યાસજી મહારાજે સ્વાથ્ય સારું ન હોવા છતાં દરેક પૃષ્ઠ જોઈ તપાસી લીધું છે.
સ્વ. પંડિત શ્રી લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી જેઓ ત્રીસ વર્ષ સુધી વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિરમાં જૈન પંડિત તરીકે કામ કરી નિવૃત્ત થયેલા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org