SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ-સૂત્ર ૭ ૧૭૧ પ્રાપ્તિ થાય છે. આ વસ્તુસ્વભાવ છે કે-અપૂર્વચિંતામણિ મહાભાગ શ્રી તીર્થંકરોને સ્તવવાથી બોધિલાભની પ્રાપ્તિ થાય છે. શ્રી તીર્થંકર ભગવંતોની ભક્તિ કરવાથી પૂર્વસંચિત કર્મો નાશ પામે છે; કારણ કે ગુણોના પ્રકર્ષનું બહુમાન એ કર્મરૂપી વનને બાળવા માટે દાવાનલ સમાન છે. સારાંશ એ છે કે જો કે તે ભગવંતો વીતરાગપણાને લીધે આરોગ્યાદિ નથી આપતા તો પણ આવા પ્રકારની વાણીના (સ્તુતિની ભાષાના) પ્રયોગથી પ્રવચનની આરાધના થાય છે અને તે આરાધના દ્વારા સન્માર્ગવર્તી, મહાસત્ત્વશાળી જીવને શ્રી તીર્થંકર ભગવંતની સત્તાના બળે જ (વસ્તુસ્વભાવ સામર્થ્યથી) ઇષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. આ રીતે શ્રી તીર્થંકર ભગવંતો પાસે આરોગ્ય માટે બોધિલાભ તથા ઉત્તમભાવ સમાધિની યાચના કરવાથી તેઓ તે આપતા નથી; કારણ કે તેઓ વીતરાગ છે. છતાં ય, તેમની સ્તુતિભક્તિ કરવાથી તે સ્તુતિ-ભક્તિના યોગે સ્વયમેવ તે પ્રાપ્ત થાય છે અને તેથી તે તેમણે જ આપ્યું ગણાય. આ રીતે અહીં વપરાયેલ જિંતુ પદ, ભક્તિના યોગે તેમ જ આરોગ્યાદિ આપવામાં તેમની સ્તવના નિમિત્ત હોવાથી તે સ્વયં આપનારા જ ગણાય એ અપેક્ષાએ આપો એ અર્થમાં સિદ્ધ થાય છે. સંવેસુનિમ્મતયા [વન્દ્રેશ્યો નિર્મલતાઃ]-ચંદ્રોથી વધુ નિર્મલ. ચંદ્રોથી વધુ નિર્મલ કહેવાનું કારણ આ. નિ. જણાવે છે કે-ચંદ્રો, સૂર્યો અને ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, ત્યારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ લોક અને અલોકને પ્રકાશિત કરે છે. આ. હા. ટી. તથા લ. વિ. જણાવે છે કે-અહીં પંચમીના સ્થાને સપ્તમીનો પ્રયોગ પ્રાકૃત શૈલીથી તથા આર્ષના યોગે થયેલ છે. ક્યાંક સંવેદ્િ १. चंदाइच्च गहाणं पहा पयासेइ परिमिअं खित्तं । केवलिअ नाणलंभो लोगालोगं पगासेइ || Jain Education International For Private & Personal Use Only -આ. નિ., ગા. ૧૧૦૨ www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy