________________
૧૬૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
આ રીતે અહીં વપરાયેલ ઉત્તમં પદ-સર્વોત્કૃષ્ટ યા તો સર્વપ્રધાન એ અર્થમાં સિદ્ધ થાય છે.
હિંદુ-તિ-આપો.
આ પ્રમાણે છેલ્લા બે પદનો અર્થ આરોગ્ય એટલે જે સિદ્ધપણું તેને માટે બોધિલાભને અને તે બોધિલાભ માટે ઉત્તમ ભાવસમાધિને, યા તો આરોગ્યસાધક બોધિલાભ કે જે સમાધિના યોગે શ્રેષ્ઠ છે અને સર્વપ્રધાન છે તેને આપો. એ પ્રમાણે થાય છે.
આઠેય ગ્રંથકારો જિંતુનો અર્થ આપો એમ કરવામાં એકમત છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શ્રી તીર્થંકર ભગવંત પાસે આપણે યાચના કરીએ છીએ કે-અમને ઉપર્યુક્ત વસ્તુઓ આપો. તો શું તેઓમાં તે વસ્તુઓ આપવાનું સામર્થ્ય છે ? આ પ્રશ્નના ઉત્તર જુદા જુદા ગ્રંથકારોએ જે આપ્યા છે તે પૈકી આ. હા. ટી. જણાવે છે કે, તેમનામાં તે વસ્તુઓ આપવાનું સામર્થ્ય નથી. પરંતુ આ તો માત્ર ભક્તિથી જ કહેવામાં આવે છે અને આ અસત્યામૃષા નામનો ભાષાનો એક પ્રકાર છે. ખરી રીતે જોતાં તો તીર્થંકરો પ્રત્યેની ભક્તિથી સ્વયમેવ ઉપર્યુક્ત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે, માટે જ કહેવાય છે કે તમે આપો.
લ. વિ. જણાવે છે કે-જો કે તે વીતરાગ ભગવંતો રાગાદિ રહિત હોવાથી આરોગ્ય આદિ આપતા નથી, તો પણ આવા પ્રકારના વાક્યના પ્રયોગથી પ્રવચનની આરાધના થવા દ્વારા સન્માર્ગમાં રહેલા મહાસત્ત્વશાળી આત્માને તેમની સત્તાના કારણે જ તેની પ્રાપ્તિ થાય છે.
૧. આદ-વિ તેમાં પ્રાનસામર્થ્યમસ્તિ ?, ન, મિર્થમવમિથીયત કૃતિ ?, વ્યતે મવસ્યા, वक्ष्यति च भासा असच्चमोसा इत्यादि, नवरं तद्भक्त्या स्वयमेव तत्प्राप्तिरुपजायत इति । - આ. હા. ટી., ૫. ૫૦૭ આ. २. यद्यपि ते भगवन्तो वीतरागत्वादारोग्यादि न प्रयच्छन्ति तथाप्यैवंविधवाक्यप्रयोगतः प्रवचनाराधनया सन्मार्गवर्तिनो महासत्त्वस्यतत्सत्तानिबन्धनमेव तदुपजायते
લ. વિ., પૃ. ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org