________________
२२
(૧૭) અંચલગચ્છના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર-જામનગર.
આ જ્ઞાનભંડારોના વ્યવસ્થાપકોએ, અમારે જે જે પોથીઓની જરૂર હતી, તેનો ઉપયોગ ઘણી ખુશીથી કરવા દીધો તથા અમારું કાર્ય પૂરું થતાં સુધી તે અમારી પાસે રાખવાની પણ છૂટ આપી, તે માટે અમો તેમના અત્યંત આભારી છીએ. પરંતુ આધારભૂત ગ્રંથોની યાદી તથા હસ્તલિખિત પોથીઓની યાદી હવે જણાવવાની જરૂર ન હોવાથી તેનાં નામો અહીં આપ્યાં નથી.
૮. સૂત્રોના ઉચ્ચારમાં એકવાક્યતા જળવાઈ રહે, તે માટે બને ત્યાં સુધી મૂલપાઠો જાળવી રાખ્યા છે, પરંતુ જ્યાં તે પાઠો અશુદ્ધ માલૂમ પડ્યા છે, ત્યાં તેની શુદ્ધિ કરવામાં આવી છે. જેમ કે જગચિંતામણિ ચૈત્યવંદન.
૯. સૂત્રોની સંસ્કૃત છાયામાં શ્રી હરિભદ્રસૂરિકૃતિ આવશ્યક સૂત્ર ટીકા, શ્રી હરિભદ્રસૂરિકૃત લલિત-વિસ્તરા, (ચૈત્યવંદનસૂત્ર વૃત્તિ), શ્રી હેમચંદ્રાચાર્યકૃત યોગશાસ્ત્ર-સ્વોપન્ન-વિવરણ અને દેવેંદ્રસૂરિકૃત વંદારવૃત્તિ વગેરેનો બને તેટલો ઉપયોગ કર્યો છે અને જે સૂત્ર પર કોઈ પણ પૂર્વાચાર્યની સંસ્કૃત છાયા ઉપલબ્ધ ન હતી, ત્યાં ભાષા અને અર્થના ધોરણે તેની સ્વતંત્ર રચના કરી છે. જેમ કે પંચિંદિય-સૂત્ર. છાયામાં બધાં પદો સંધિ વિના જ મૂકેલાં છે, જેથી પાઠકોને તેનો અર્થ સમજવામાં સરળતા પડે.
૧૦. સામાન્ય અને વિશેષ અર્થમાં શબ્દસ્પર્શી અર્થનું વિવરણ કરેલું છે અને જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં ત્યાં તેની વ્યુત્પત્તિ તથા ટીકાકારોનાં પ્રમાણો પણ આપેલાં છે. વિદ્યાસાય મુકો, પંપો , તિગુત્તો વગેરે શબ્દો પરનું વિવરણ જોવાથી એ વાતનો વધારે સ્પષ્ટ ખ્યાલ આવી શકશે.
૧૧. તાત્પર્યાર્થમાં મુખ્યત્વે પારિભાષિક અર્થો આપ્યા છે અને તેમાં પરંપરા કે સંપ્રદાયની માન્યતાઓ દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત જરૂર લાગી ત્યાં કાલ અને ક્ષેત્રના સંબંધથી પણ યોગ્ય પરિચય આપવામાં આવ્યા છે. જેમકે રિસદ સત્તનિ, બ્રિતિ હુ નિપા, સત્ર-મંડપ, મર पास दुहदुरिअखंडण.
આ બને અર્થવિભાગોમાંથી પાઠકોને સૂત્રગત શબ્દો અને તેની વિશિષ્ટ યોજનાથી આવિર્ભત થતા ભાવોનો સારી રીતે ખ્યાલ આવી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org