________________
૧૫૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. જણાવે છે કે
જો કે ભગવંતો વીતરાગ હોવાથી સ્તુતિ કરવામાં આવે તો તોષને ધારણ કરતા નથી અને નિંદા કરવામાં આવે તો દ્વેષવાળા બનતા નથી. તો પણ જેમ ચિંતામણિમંત્ર આદિના આરાધક તેનું ફળ મેળવે છે તેમ જે એમની સ્તુતિ કરે છે તે સ્તુતિનું ફળ અને નિંદક નિંદાનું ફળ મેળવે જ છે.
આ જ વાત શ્રી ગ્રંથકાર મહર્ષિએ વીતરાગ સ્તોત્રમાં જણાવી છે કેજે અપ્રસન્ન હોય તેનાથી ફળ કેમ પ્રાપ્ત થાય ? આ પ્રશ્ન સંગત નથી; કારણ કે શું અચેતન એવા પણ ચિંતામણિ વગેરે ફળ નથી આપતા ? આમ કહી ફરી પ્રશ્ન ઉઠાવ્યો છે કે–જો તે ભગવંતો પ્રસન્ન નથી થતા, તો શા માટે પ્રસન્ન થાવ એવો વ્યર્થ પ્રલાપ કરવો ? તેનું સમાધાન આપતાં જણાવ્યું છે કે-(વસ્તુતઃ) એમ નથી. ભક્તિના અતિરેકથી એમ બોલવામાં પણ દોષ નથી. અર્થાત્ એમ બોલવાથી અતિશય ભક્તિ પ્રકટ કરાય છે.
દે. ભા. તથા વં. વૃ. જણાવે છે કેજો કે શ્રી તીર્થંકર ભગવંતો વીતરાગ આ દિપણાથી પ્રસન્ન થતા નથી; તો પણ અચિંત્ય પ્રભાવશાળી ચિંતામણિ રત્ન આદિની માફક મનની શુદ્ધિપૂર્વક તેમની આરાધના કરનાર
अह ते न पसीयंति हु, कज्जं भणिएण ता किमेएण । सच्चं ते भगवंतो विरागदोसा न तूसंति ॥ ६२७॥
भत्तिभणिएण इमिणा, कम्मक्खउवसमभावओ तहवि । भवियाण सुकल्लाणं, कसायफलभूयमल्लियइ ॥६२८||
-ચે. વં. મ. ભા., પૃ. ૧૧૩
१. ते च वीतरागत्वाद्यद्यपि स्तुताः तोषं निन्दिताश्च द्वेषं न यान्ति, तथापि स्तोता स्तुतिफलं निन्दकश्च निन्दाफलमाप्नोत्येव यथा चिन्तामणिमन्त्राद्याराधकः, यदवोचाम वीतरागस्तवे ।
अप्रसन्नात् कथं प्राप्यं फलमेतदसंगतम् ।
चिन्तामण्यादयः किं न, फलन्त्यपि विचेतना: ? ॥१॥
इत्युक्तमेव, अथ यदि न प्रसीदन्ति तत्किं प्रसीदन्त्विति वृथाप्रलापेन ? नैवं भक्त्यतिशयत एवमभिधानेऽपि न दोषः ।
-યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૭ આ. ધ. સં. ૫. ૧૫૭ આ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org