________________
લોગસ્સ-સૂત્ર ૫ ૧૩૫
દે. ભા. તેમજ વં. વૃ.૨ જણાવે છે કે-કેવલજ્ઞાનના પ્રકાશથી અથવા તો તે પ્રકાશપૂર્વકના વચનરૂપી દીપકથી શ્રી જિનેશ્વર ભગવંતો ઉદ્યોત ક૨વાના સ્વભાવવાળા છે.
આ. દિ.માં કહેવાયું છે કે શ્રી તીર્થંકર ભગવંતો પરમજ્ઞાનનો ઉપદેશ, સંશયોનું છેદન અને સર્વ પદાર્થોનું પ્રકટ કરવાપણું કરનારા હોવાથી ઉદ્યોતકર છે.
આ પ્રમાણે લોગસ્સ ઉખ્ખોઅરે એ બે પદો-પંચાસ્તિકાયરૂપી લોકનો કેવલજ્ઞાનરૂપ સર્વોત્કૃષ્ટ ભાવોદ્યોત (ભાવદીપક) વડે પ્રકાશ કરવાના સ્વભાવવાળા એ અર્થમાં સિદ્ધ થાય છે”.
આ પદો વડે શ્રી તીર્થંકર ભગવાનનો વચનાતિશય કહેવામાં આવ્યો છે.
ધમ્મતિસ્થવ [ધર્મતીર્થાન્]-ધર્મરૂપી તીર્થના કરનારાઓને. ધર્મની વ્યાખ્યા લ. વિ.માં નીચે પ્રમાણે ટાંકવામાં આવી છે :दुर्गतिप्रसृताञ्जीवान्, यस्माद्धारयते ततः ।
धत्ते चैतान् शुभे स्थाने, तस्माद्धर्म इति स्मृतः ॥ १ ॥
અર્થ :- દુર્ગતિમાં પડતા જીવોને રોકીને એમને શુભ સ્થાનમાં સ્થાપિત કરે તે ધર્મ કહેવાય છે.
ધર્મ બે પ્રકારનો છે. (૧) દ્રવ્યધર્મ અને (૨) ભાવધર્મ. અહીં ભાવધર્મ પ્રસ્તુત છે.
આ. નિ. તથા દે. ભા.માં કહેવામાં આવ્યું છે કે ભાવધર્મ શ્રુતરૂપ અને ચારિત્રરૂપ છે,
१. केवलालोकेन तत्पूर्वकवचनदीपेन वा प्रकाशनशीलान् । -દે. ભા., પૃ. ૩૨૧
२. केवलालोकदीपेन उद्योतकरान् प्रकाशकरान् ।
*
-વં. વૃ., પૃ. ૪૦
રૂ. પરમજ્ઞાનોપદેશ સંશયછેટ્ સર્વપાર્થ પ્રજટનારિાદ્ઘોતરાસ્તાન્ । -આ. દિ.,
૫. ૨૬૭ એ.
४. अनेन वचनातिशय उक्तः
-દે. ભા. પૃ. ૩૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org