________________
૨૮
.
આત્મ-સાધના * ગત જન્મની કોઈ ઉત્કૃષ્ટ ઇચ્છા પૂરી કરવા ન આવ્યા હોય તેમ સમગ્ર જીવન તેમણે જ્ઞાનની આરાધનામાં વિતાવ્યું છે. વિદ્યાર્થી જીવનમાં સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યનો ઊંડો અભ્યાસ, વ્યવસાયમાં રંગ અને રસાયણના ઉપયોગ વિશે ટેકનિકલ જ્ઞાન, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે તેમની સમક્ષ આવેલા પ્રશ્નોમાં તેમણે દર્શાવેલ સમાધાન ખોળતો ચિંતન અને અધ્યયન પ્રેરિત ઉદાર દૃષ્ટિકોણ અને ઉત્તરકાળમાં જિનધર્મનું તત્ત્વચિંતનઆમ તેમના સારાય જીવનને આવરી લેતી દીર્ઘજ્ઞાનઉપાસના દૃષ્ટિએ પડે છે. તેમની જ્ઞાનની પિપાસાએ સૂત્રોના ગૂઢાર્થો ખોળવામાં તૃપ્તિ શોધ-સંશોધન, સ્વાધ્યાય, મનન અને ઊંડા ચિંતનમાંથી તેમને આત્મફુરણા રૂપે નવો પ્રકાશ લાધતો. અજાણતાં પણ વિરાધના ન થાય તે માટે તેઓ જાગ્રત રહેતા અને પોતાને સૂઝી આવેલા ગૂઢાર્થો માટે શાસ્ત્રોમાં આધારો શોધવા અથાક પ્રયત્ન કરતા તથા અનેક વિદ્વાનો અને સાધુ ભગવંતો સાથે તલસ્પર્શી ચર્ચા કરતા. આવા મંથનમાંથી જે જ્ઞાનરૂપી અમૃત મળે તેનો સર્વને લાભ આપવાના શુભ ઉદ્દેશથી તેનું પ્રકાશન કરતા અને તેને આચરણમાં મૂકવા માટે પણ પ્રયત્નશીલ રહેતા. સામાયિક અને પ્રતિક્રમણ ધ્યાન અને કાઉસગ તેમના માટે ફક્ત વિધિઓ ન હતી. પણ કર્મ ખપાવવાના અને આધ્યાત્મિક વિકાસ માટેનાં અમોઘ સાધનો હતાં.
Herpes $124 grau 2014i ud ila ust 3477 Emphesyma થવાથી ફેફસાં જડ થઈ જતાં દેહને પ્રાણવાયુ ન મળવાથી કેવાં કષ્ટો થાય તે તો અનુભવી જ સમજી શકે. શરીરથી અલગ આત્મભાવે પોતાને ભાળીને આ પીડાઓ તેમના માટે પીડા નહોતી રહી. “રોગ દ્વારા પોતાની શુદ્ધિ થઈ રહી છે એમ તે વિચારે તો પીડા થાય છે પણ એનો અનુભવ થતો નથી બલ્ક પ્રભુ પાસેથી કંઈક પામી રહ્યો છું તેમ રોગી અનુભવે છે. સુખ કે દુઃખ દ્વારા આપણું ભલું જ થઈ રહ્યું છે એવો દઢ વિશ્વાસ એ જ ભક્તિ છે.” આ તેમના શબ્દોમાં તેમના અનુભવનો નિચોડ છે. જ્ઞાનની આરાધના અને દેહનાં કષ્ટોનું સમભાવે વેદન એ તેની આધ્યાત્મિક સાધનાનાં સોપાન બની રહ્યાં. તેના ફળસ્વરૂપે આખરે પ્રગટ થયું ધર્મ શ્રવણ કરતાં કરતાં પૂર્ણ સભાન અવસ્થામાં સમાધિમૃત્યુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org