________________
તસ્સ ઉત્તરી સૂત્ર ૭ ૧૦૧
રજોહરણ ગ્રહણ કરવાં; પછી દેહભાવનાનો તથા દેહનો સંપૂર્ણ ત્યાગ કરવાપૂર્વક કાયોત્સર્ગ કરવો.ત્ર
અહીં એટલી સ્પષ્ટતા કરવી જરૂરની છે કે જેઓ બેસીને કાર્યોત્સર્ગ કરે છે, તે પદ્માસન કે પર્યંકાસન જેવાં સહજસાધ્ય આસન ગ્રહણ કરે છે અને જેઓ સૂઈને કાયોત્સર્ગ કરે છે, તેઓ બહુધા દંડાસન કે શવાસનશબાસન-શબ-મૃતક જેવાં આસનોનો આશ્રય લે છે.
અષ્ટાંગયોગની દૃષ્ટિએ જોઈએ તો કાયોત્સર્ગ એ પ્રત્યાહારની સ્થિતિ છે, કારણ કે તેમાં મનની વૃત્તિઓને ઇંદ્રિયો તથા કાયામાંથી ખેંચી લેવાની હોય છે. પ્રત્યાહાર સિદ્ધ કરવા માટે યમ, નિયમ, આસન તથા પ્રાણાયામની જરૂર રહે છે, એટલે કાયોત્સર્ગ માટે પણ તે જ સાધનો અપેક્ષિત છે. તેથી અહીં એ સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે મૂલગુણો એ યમ છે, ઉત્તરગુણો એ નિયમ છે, આસનનો જય કરવાનું સ્પષ્ટ વિધાન ઉપર કરવામાં આવ્યું છે અને સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઇંદ્રિયો તથા મનોબળ, વચનબળ અને કાયબળ એ આઠ પ્રાણનો નિગ્રહ કરતાં શીખવું એ પ્રાણાયામ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો એવો અભિપ્રાય છે કે :
तन्नाप्नोति मनः स्वास्थ्यं, प्राणायामैः कदर्थितम् । प्राणस्यायमने पीडा, तस्यां स्याच्चित्तविप्लवः ॥४॥
*
पूरणे कुम्भने चैव, रेचने च परिश्रमः । ચિત્તસંજ્ઞેશળામુ: પ્રત્યૂળમ્ ॥ યોગશાસ્ત્ર, પ્ર. ૬ ભાવાર્થ :- પ્રાણવાયુના નિગ્રહથી કદર્થના પામેલું મન, સ્વસ્થતા પામતું નથી, કેમકે પ્રાણવાયુનો નિગ્રહ કરતાં શરીરને પીડા થાય છે અને
× મૂલાચારના ષડાવશ્યકાધિકારમાં કહ્યું છે કે :
वोसिरिय बाहुजुगले, चतुरंगुले अंतरेण समपादो । सव्वंगचलणरहिओ, काउस्सग्गो विसुद्धो दु ॥१५१||
ભાવાર્થ-જેમાં પુરુષ દેહાધ્યાસનો ત્યાગ કર્યા પછી બંને હાથ લાંબા કરીને સમપાદ ઊભો રહે છે અને બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખે છે તથા શરીરનાં કોઈ પણ અંગોને હલાવતો નથી, તે કાયોત્સર્ગ વિશુદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org