SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ હે ગુરુજી ! આપની ઈચ્છા હોય તો પૂછું. વ્યતીત થયેલી રાત્રિ આપની ઈચ્છાને અનુકૂળ સુખ-પૂર્વક પસાર થઈ ? (અથવા વ્યતીત થયેલો દિવસ આપની ઈચ્છાને અનુકૂળ સુખપૂર્વક પસાર થયો ?) આપની તપશ્ચર્યા સુખપૂર્વક થાય છે ? આપના શરીરે કોઈ પણ પ્રકારની પીડા કે રોગ તો નથી ને ? વળી, હે ગુરુજી ! આપની સંયમ-યાત્રાનો નિર્વાહ સુખે કરીને થાય છે ? હે સ્વામી ! આપ સર્વ પ્રકારે સુખવાળા છો ? [ગુરુ કહે છે- દેવ અને ગુરુની કૃપાથી તેમજ છે. શિષ્ય આ વખતે પોતાની હાર્દિક ઇચ્છા વ્યક્ત કરે છે : મારે ત્યાંથી આહાર-પાણી વહોરી ધર્મનો લાભ આપવા કૃપા કરશોજી. [ગુરુ એ આમંત્રણનો સ્વીકાર કે ઇનકાર ન કરતાં કહે છે કેવર્તમાન યોગ-જેવી તે સમયની અનુકૂળતા.] - સાધુઓનો વ્યવહાર વર્તમાન કાળમાં જ હોય છે. તે વિશે મહાનિશીથમાં જણાવ્યું છે કે आउसस्स न वीसासो कज्जम्मि बहूणि अंतरायाणि । तम्हा हवइ साहूणं वट्टमाण जोगेण ववहारो ॥ ભાવાર્થ-આયુષ્યનો વિશ્વાસ નથી અને કરવા જેવાં કાર્યોમાં અનેક અંતરાયો સંભવે છે, તેથી સાધુઓનો વ્યવહાર હંમેશ વર્તમાન જોગપૂર્વક જ હોય છે. (૬) સૂત્ર-પરિચય આ સૂત્રનો પાઠ, રાત્રિ-પ્રતિક્રમણમાં તેની સ્થાપના પહેલાં બોલાય છે. સામાન્ય રીતે પ્રાતઃકાળમાં દેવવંદન કરીને ગુરુના દર્શને જવું જોઈએ. તે વખતે ઉચિત વિધિ સાચવીને બે ખમાસમણ-પ્રણિપાત કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy