________________
નમસ્કાર મંત્ર ૦ ૩૩
આક્રમણમાં તથા રાજદ્વારી ફસામણના બનાવોમાં કવચરૂપ એટલે કે રક્ષણ કરવામાં ઉપયોગી છે, તે માટે કહ્યું છે કે :
સટ્ટામ-સાર-રી-મુન-સિદસુવ્યધિ-વહન-રિપુ-વશ્વન-સરમવાનિ | વીર-પ્ર૬-મ-નિશાન–શનિનાં,
નશ્યક્તિ પરમેષ્ઠિપર્ધાનિ | -ઉપદેશતરંગિણી પૃ. ૧૪૮.
ભાવાર્થ - પંચપરમેષ્ઠિનાં પદો વડે રણ-સંગ્રામ, સાગર, હાથી, સર્પ, સિંહ, દુષ્ટ, વ્યાધિ, અગ્નિ, શત્રુબંધન, ચોર, ગ્રહ, ભ્રમ, રાક્ષસ અને શાકિનીથી થનારા ભયો દૂર ભાગી જાય છે.
नवकारओ अन्नो सारो, मंतो न अस्थि तियलोए । તન્હીં દુ મલિઈ વિય, પઢિયડ્યો પરમમત્તી છે -શ્રાદિ.કૃ.૧૩.
ભાવાર્થ:- ત્રણ લોકમાં નવકારથી સારભૂત કોઈ મંત્ર નથી; તેટલા માટે તેને પ્રતિદિન પરમ ભક્તિથી ભણવો જોઈએ.
નમસ્કારમંત્રનો જાપ અનન્ય ફલને આપનારો થાય છે, તે માટે કહ્યું છે કે :
जो पुण सम्मंगणिउं, नरो नमुक्कार-लक्खमक्खंडं । पूएइ जिणं संघ; बंधइ तित्थयर-नामं सो ॥ -શ્રા. દિ. કુ.
ભાવાર્થ - વળી જે મનુષ્ય એક લાખ નવકારને અખંડપણે ગણે તથા શ્રીજિનેશ્વરદેવની અને સંઘની પૂજા કરે, તે તીર્થંકર નામકર્મને બાંધે છે.
નવ લાખ જપતાં નિવારે, નવ લાખ જપતાં થાય જિનવર આદિ સુભાષિતો પણ તેના જાપની મહત્તા બતાવી રહ્યાં છે.
વિશેષ શું ? નમસ્કારમંત્ર સર્વ સિદ્ધિઓને આપનાર છે. તે માટે શ્રીમહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે -
ताव न जायइ चित्तेण, चिंतियं पत्थियं च वायाए । कारण समाढत्तं, जाव न सरिओ नमुक्कारो ॥
ભાવાર્થ - ચિત્તથી ચિત્તવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્ર.-૧-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org