________________
૩૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
ત્રીજો નમસ્કાર, આચાર્ય ભગવંતોને કરવાનું કારણ એ છે કે શ્રીઅરિહંત દેવોએ મોક્ષની પ્રાપ્તિ માટે જે આચારની પ્રરૂપણા કરી છે, તેનું તેઓ યથાર્થપણે પાલન કરે છે, તથા બીજાઓ પાસે પણ તેનું પાલન કરાવે છે.
ચોથો નમસ્કાર, ઉપાધ્યાય ભગવંતોને કરવાનું કારણ એ છે કે તેઓ શ્રીઅરિહંત ભગવંતોએ પ્રરૂપેલા શ્રુતજ્ઞાનનું યથાર્થ અધ્યયન કરી અન્ય સાધુઓને-અન્ય મુમુક્ષુઓને તેનું શિક્ષણ આપે છે, તેનો યોગ્ય વિનિમય કરે છે.
પાંચમો નમસ્કાર, શ્રીસાધુ ભગવંતોને કરવાનું કારણ એ છે કે તેઓ શ્રીઅરિહંત દેવોએ પ્રરૂપેલા ચારિત્રધર્મને અંગીકાર કરી નિર્વાણને માટે સદા પ્રયત્નશીલ રહે છે.
શ્રીઅરિહંતાદિ પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાથી વીતરાગતા અને તેને પ્રાપ્ત કરાવનારાં સાધનો પ્રત્યે સદ્ભાવ પ્રગટે છે; એ સદ્ભાવ વડે નિર્મળ બનેલી બુદ્ધિ સત્ અને અસટ્ના જ્ઞાનરૂપ વિવેકને ધારણ કરે છે, કે જેના પરિણામે સંવર અને નિર્જરારૂપ ચારિત્રધર્મમાં સ્થિર થવાય છે. આવું ઉત્તમ ચારિત્ર સર્વ પાપોના સમૂહનો નાશ કરનારું છે, તેથી પંચનમસ્કાર વડે સર્વ પાપોનો નાશ થાય છે એમ કહેવું સમુચિત છે. વળી, સર્વ મંગલોમાં તે પ્રથમ મંગલ એટલે લોકોત્તર મંગલ છે, કારણ કે તેના વડે સર્વ અશિવો શમી જાય છે અને કલ્યાણની નિશ્ચિત પ્રાપ્તિ થાય છે.
નમસ્કાર મહામંત્રનું ફલ આ લોકમાં અર્થ, કામ, આરોગ્ય, અભિરતિ અને પરલોકમાં મુક્તિ છે. તે ન મળે ત્યાં સુધી સદ્ગતિ, ઉત્તમકુલમાં જન્મ અને સદ્બોધની પ્રાપ્તિ વગેરે અવશ્ય મળે છે.
ચૂલિકાનાં ચાર પદો ‘સિલોગ’(અનુષ્ટુષુ)માં છે, કારણ કે તે ૮+૮+૮+૯ અક્ષરોથી સિલોગના ધોરણ મુજબ બનેલા છે.
નમસ્કારની ચૂલિકામાં જણાવ્યું છે કે હ્તો પંચનમુક્કારો આ પંચનમસ્કાર. શ્રી હરિભદ્રસૂરિકૃત આવશ્યક ટીકામાં, શ્રી જયસિંહસૂરિકૃત ધમ્મોવએસ-વિવરણમાં તથા વૃદ્ધ-નમસ્કાર-ફલ-સ્તોત્રમાં તેનો ઉલ્લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org