________________
નમસ્કાર મંત્ર ૦ ૨૫ અહીં રજૂ થયો છે, તે ઊતરતો ક્રમ છે.
૧૦૮ની સંખ્યાને પ્રાચીન કાળથી પવિત્ર અથવા અદ્ભુત રહસ્યવાળી માનવામાં આવે છે. ખાસ કરીને ૧૦૮ વાર જપાયેલો મંત્ર સિદ્ધ થાય છે, ૧૦૮ વાર કરાયેલી વંદના ઉત્કૃષ્ટ ગણાય છે અને ૧૦૮ ગુણવાળા મહાપુરુષો પવિત્રતાની પૂરી લાયકાતવાળા મનાય છે. પરમેષ્ઠિ-પંચકમાં એ ૧૦૮ ગુણો નીચે મુજબ રહેલા છે :
बारसगुण अरिहंता, सिद्धा अढेव सूरि छत्तीसं ।
उवज्झाया पणवीस, साहू सत्तवीस अट्ठसयं ॥
ભાવાર્થ :- અહતો બાર ગુણવાળા, સિદ્ધો આઠ ગુણવાળા, આચાર્યો છત્રીસ ગુણવાળા, ઉપાધ્યાયો પચીસ ગુણવાળા, અને સાધુઓ સત્તાવીસ ગુણવાળા, એમ પરમેષ્ઠિ-પંચક એક સો ને આઠ ગુણવાળું હોય છે.
(૫) અર્થ-સંકલના અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ. આચાર્ય મહારાજોને નમસ્કાર થાઓ. ઉપાધ્યાય મહારાજોને નમસ્કાર થાઓ. મનુષ્યલોકમાં રહેલા (જિનકલ્પી, સ્થવિરકલ્પી વગરે) સર્વ સાધુઓને નમસ્કાર થાઓ.
આ પંચ-નમસ્કાર સર્વ અશુભ કર્મોનો વિનાશ કરનાર છે તથા બધાં મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે.
આનો વિસ્તાર નીચે પ્રમાણે છે :
સર્વ ક્ષેત્રના અને સર્વ કાલના અનંત અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ.
સર્વ ક્ષેત્રના અને સર્વ કાલના અનંત સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ.
સર્વ ક્ષેત્રના અને સર્વ કાલના અનંત આચાર્ય મહારાજોને નમસ્કાર થાઓ.
★ क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥ सकलार्हत् स्तोत्र.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org