SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર મંત્ર ૭ ૨૧ ૮. અમર્ત્યનિાયોટિ:-ચારે નિકાયના દેવો ઓછામાં ઓછા ક્રોડ દેવતા પાસે રહે. ૨૧. ૠતુનામિન્દ્રિયાનિામનુળતત્વમ્-વસંત વગેરે છએ ઋતુઓ ઇંન્દ્રિયોના વિષયોને અનુકૂલ રહે. -આ પ્રમાણે સહજ (જન્મથી) ૪ અતિશય, કર્મક્ષયજન્ય ૧૧ અને દેવોએ કરેલ ૧૯ અતિશય-એમ ૩૪ અતિશયો તીર્થંકરોના હોય છે. અમિ. વિન્તા. તેવાધિવાન્ડ, પૃ. ૧૬, ૧૭, ૧૮. શ્લોક. ૫૭ ૬૪ ચોત્રીશ અતિશયોનો સંક્ષેપ કરીને તેને શ્રીઅરિહંત દેવના ૧૨ ગુણો તરીકે ઓળખાવવામાં આવે છે, તે નીચે પ્રમાણે : આઠ પ્રાતિહાર્ય-(૧) અશોકવૃક્ષ, (૨) સુરપુષ્પવૃષ્ટિ, (૩) દિવ્યધ્વનિ, (૪) ચામર, (૫) આસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ, (૮) છત્ર. ચાર મૂલાતિશય-(૧) જ્ઞાનાતિશય-કેવળજ્ઞાનનું હોવું. (૨) વચનાતિશય-પાંત્રીશ ગુણોવાળી વાણીનું હોવું.” (૩) પૂજાતિશય-સુર, અસુર અને મનુષ્યો વડે તથા તેમના સ્વામીઓ વડે પૂજાવું. (૪) અપાયાપગમાતિશયદરેક પ્રકારના અપાયોનો સંકટોનો-આફતોનો નાશ થવો. સિદ્ધ-જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોથી સંપૂર્ણ રીતે મુક્ત થયેલો વિશુદ્ધ આત્મા. તેના ગુણો નીચે મુજબ હોય છે ઃ (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત અવ્યાબાધ સુખ, (૪) અનંત ચારિત્ર* (૫) અક્ષયસ્થિતિ, (૬) અરૂપીપણું, (૭) અગુરુલઘુત્વ અન (૮) અનંતવીર્ય. સિદ્ધનું સ્વરૂપ આ પ્રમાણે હોવાથી કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ, વિદ્યાસિદ્ધ, + વાણીના પાંત્રીસ ગુણો માટે જુઓ સૂત્ર ૧૪-૩. અહીં દ્રવ્યચારિત્ર નહીં હોવાથી અનંત સ્થિરતા રૂપ ચારિત્ર સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy