________________
દે છે. જેનો સામાન્ય રીતે છીપ પોતાના કોચલાની અંદરનું પડ બનાવવામાં ઉપયોગ કરે છે. કેટલાંક વર્ષો પછી પીડા કરનાર કણની આસપાસ તે પ્રવાહી (nacre)નાં સ્તરનાં નિર્માણ દ્વારા મોતી બની જાય છે. જે છીપના જીવને ઓછી પીડા કરે છે. આ રીતે કાળુ છીપ મેઘધનુષ્યના રંગોની ઝાંયવાળું સપ્તરંગી મોતી પેદા કરે છે. કુદરતની આવી પ્રક્રિયા હોવાથી મોતી ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. મનુષ્યના લોભે ત્યારબાદ વધુ મોતી પ્રાપ્ત કરવા કૃત્રિમ માર્ગોપદ્ધતિઓ શોધી કાઢવામાં આવી છે. આવા એક મનુષ્ય કોકીચી મીકીમોટો (Kokichi Mikimoto) એ છીપમાં મોતી પેદા કરવા માટે વર્ષો સુધી પ્રયોગો કર્યા. ઈ.સ. 1900ની શરૂઆતમાં તેને તેનો ઉકેલ મળ્યો અને તેણે જાપાનમાં ધંધાદારી રીત કલ્ચર મોતી બનાવવાનીપકવવાની એક પદ્ધતિ શોધી અને છીપોના દર્દનાક જીવનની શરૂઆત થઈ. મીકીમોટોએ કાળુ પ્રકારની નાની છીપો દ્વારા મોતી ઉત્પન્ન કરવા માટેની પદ્ધતિની પેટન્ટ મેળવી લીધી. આ પ્રક્રિયાની શરૂઆતમાં મરજીવાઓ દ્વારા દરિયાના પેટાળમાં કાળ પ્રકારની છીપોની શોધ કરવામાં આવે છે. ત્યારપછી કારીગર તાજા પાણીની નાની છીપમાંથી બનાવેલ ગોળ મણકા લે છે. આ ગોળ મણકા એ મોતી માટેના કેન્દ્રક (Nucleus) કહેવાય છે અને તે કાળુ પ્રકારની છીપમાં આગંતુક-બહારના કણ તરીકે આરોપવામાં આવે છે. ત્યાર પછી તે જીવતી છીપનો ટુકડો કાપી બીજી છીપમાં આરોપવામાં આવે છે. આ બધું જીવતી છીપોને બેભાન કર્યા વિના જ કરવામાં આવે છે. આ ટુકડોકણ વર્ષો સુધી છીપને ખૂંચે છે અને પીડા ઉત્પન્ન કરે છે. આ પીડા, કણને આવરણ ચડાવવા માટેનું પ્રવાહી (nacre) ઉત્પન્ન કરે છે જે કણની આસપાસ વીંટળાઈને ઘણા થર બનાવી મોતી બનાવે છે. આવા બીજવાળાં કલ્ચર મોતી સંપૂર્ણ ગોળ તથા વધુ પડતાં ચળકતાં હોય છે. વધુ અગત્યની વાત તો એ છે કે મનુષ્યની લત-નાદ અને લોભના કારણે તે ખૂબ જ મોટા પ્રમાણમાં પેદા કરવામાં આવે છે. ઘણા વર્ષો